કીર્તન મુક્તાવલી

અક્ષરના અંગે પ્રમુખસ્વામીના સંગે

૨-૩૦૨૫: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

અક્ષરના અંગે પ્રમુખસ્વામીના સંગે,

શ્રીજી મળ્યાનો ઉમંગ, હો જી રે, લાગ્યો સત્સંગનો રંગ...

જુઠી લોભામણી, લાલચ છોડાવી,

આચાર વિચારની, શુદ્ધિ કરાવી,

સદ્ધર્મ સ્થાપ્યો છે અંગ... લાગ્યો ૧

બ્રહ્મ થકી જ પરબ્રહ્મ પમાયે,

બ્રહ્મભાવ પામી, જીવ સેવક સદાયે,

જ્ઞાન તણી રેલાવી ગંગ... લાગ્યો ૨

અહં મમતની, માયા મુકાવી,

પ્રભુ શું પ્રીત જોડી વિષય છોડાવી,

વૈરાગી ભસ્મ ચોળી અંગ... લાગ્યો ૩

જન જનના હૈયામાં, શ્રીજી પધરાવી,

શ્રદ્ધા સમર્પણના દીવડા પ્રગટાવી,

ભક્તિના પૂર્યા નવરંગ... લાગ્યો ૪

Aksharnā ange Pramukh Swāmīnā sange

2-3025: Sadhu Gnaneshwardas

Category: Pramukh Swami Maharajna Pad

Aksharnā ange, Pramukh Swāmīnā sange,

Shrījī maḷyāno umang, ho jī re, lāgyo satsangno rang...

Juṭhī lobhāmaṇī, lālach chhoḍāvī,

Āchār vichārnī, shuddhi karāvī,

Saddharma sthāpyo chhe ang... lāgyo satsangno rang 1

Brahma thakī ja Parabrahma pamāye,

Brahmabhāv pāmī, jīva sevak sadāye,

Gnān taṇī relāvī Gang... lāgyo satsangno rang 2

Aham mamatnī, māyā mukāvī,

Prabhu shu prīt joḍī vishay chhoḍāvī,

Vairāgī bhasma choḷī ang... lāgyo satsangno rang 3

Jan jannā haiyāmā, Shrījī padhrāvī,

Shraddhā samarpaṇnā dīvḍā pragaṭāvī,

Bhaktinā pūryā navrang... lāgyo satsangno rang 4

loading