કીર્તન મુક્તાવલી
વંદન કરીએ કરોડો કરોડો સ્વામી ચરણોમાં
૨-૩૦૨૩: સાધુ અક્ષરજીવનદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
વંદન... વંદન... વંદન કરીએ સ્વામી
વંદન કરીએ કરોડો કરોડો, સ્વામી ચરણોમાં,
નમસ્કાર કરીએ કરોડો, પ્રમુખસ્વામી ચરણોમાં...
ભવથી અમને ઉગારવાને, આપે ધર્યો અવતાર,
શત શત જીવજો, શરદ હે સ્વામી, સહુના છો આધાર,
આતમના અમ દીપ જલાવી, વસજો અંતરમાંય, હો સ્વામી,
... નમસ્કાર ૧
પ્રમુખસ્વામીજી ઋણ આપનું, અગણીત અપરંપાર,
પ્રાણ અમારા પાથરીએ તોયે, તોલે ના’વે લગાર,
તવ રાજીપો સંપ સુહૃદભાવ, સેવા સમજણમાંય,
... નમસ્કાર ૨
અરજ અમારી સુણજો હે સ્વામી, કરજો અક્ષરરૂપ,
નિર્દોષબુદ્ધિ ભક્તિ દેજો, સહુનો મહિમા અનૂપ,
અંત સમે અમ હાથ ગ્રહીને, લેજો અક્ષરમાંય, હો સ્વામી,
... નમસ્કાર ૩
Vandan karīe karoḍo karoḍo Swāmī charaṇomā
2-3023: Sadhu Aksharjivandas
Category: Pramukh Swami Maharajna Pad
Vandan... vandan... vandan karīe Swāmī
Vandan karīe karoḍo karoḍo, Swāmī charaṇomā,
Namaskār karīe karoḍo, Pramukh Swāmī charaṇomā...
Bhavthī amne ugārvāne, āpe dharyo avatār,
Shat shat jīvjo, sharad he Swāmī, sahunā chho ādhār,
Ātamnā am dīp jalāvī, vasjo antarmāy, ho Swāmī.
... namaskār. 1
Pramukh Swāmījī ruṇ āpnu, agaṇit aparampār,
Prāṇ amārā pātharīe toye, tole nā’ve lagār,
Tav rājīpo samp suhradbhāv, sevā samjaṇmāy.
... namaskār. 2
Araj amārī suṇajo he Swāmī, karjo Aksharrup,
Nirdosh buddhi bhakti dejo, sahuno mahimā anūp,
Ant same am hāth grahīne, lejo Aksharmāy, ho Swāmī.
... namaskār. 3