કીર્તન મુક્તાવલી

બાજે રે મૃદંગ તૂર શરણાયુંના ગુંજે સૂર

૨-૩૦૧૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

બાજે રે મૃદંગ તૂર શરણાયુંના ગુંજે સૂર,

હે... પ્રમુખવર્ણી દિન આયો આજ,

કે રંગ છાયો, દૂર દૂર દૂર...

શાસ્ત્રીજી મહારાજ બિરાજે, આમલીવાળી પોળમાં,

કર જોડી નારાયણસ્વરૂપ બેઠા એની જોડમાં,

હેત વરસાવી સ્વામી ઓઢાડે ચાદર,

મારા સ્થાને નીમું કરજો સૌ આદર,

હે... હે... જેમ સોંપી રામાનંદે શ્રીજીને ધુર,

એમ સોંપું હું આજ્ઞામાં રહેજો જરૂર... બાજે રે ૧

પ્રમુખ સ્વામીએ શીશ નમાવી આશિષ માંગ્યા કેવા,

શબ્દે શબ્દે પર ઉપકારી અમૃત ઝરતું એવા,

અક્ષરપુરુષોત્તમ ઉપાસના અંતરથી અનુરાગું,

સૌને રાજી રાખું, દેહની પરવા કદી ન દાખું,

સ્વામિનારાયણ મંત્ર જપે તેને અક્ષરધામ દેજો,

અહોનિશ સાથે રહેજો સ્વામી એવા આશિષ દેજો,

હે... દીધા આશિષ ગુરુએ ભરપૂર,

કે જોગી હાથ મૂકે પ્રચુર... બાજે રે ૨

સંત કર્યા મંદિર કર્યા, જનસેવાના કામ,

સદાચારનો પ્રચાર કરવા વિચરે ગામો ગામ,

આજ વૃદ્ધવયે પણ સ્વામી સૌના બની રહ્યા સુકાન,

કાયા કાધી કમંડલું, કરાવે અમૃત પાન.

દૈયે નીલમના સન્માન, એ પણ ઓછા છે,

ઘસી બ્રહ્માંડોના પ્રાણ, તિલક કર્યા ઓછા છે,

સ્વામી ટાળો અમારી કસૂર, કે ‘અક્ષર’ આપ હજૂર... દૈયે

હે... નવખંડ ધરાના તાજ, પ્રમુખસ્વામી મહારાજ,

પ્રમુખવર્ણી દિન આયો આજ, રંગ છાયો મધુર મધુર.

Bāje re mrudang tūr sharaṇāyunā gunje sūr

2-3012: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Bāje re mrudang tūr sharaṇāyunā gunje sūr,

He... Pramukhvaraṇī din āyo āj,

Ke rang chhāyo, dūr dūr dūr...

Shāstrījī Mahārāj birāje, Āmlīvāḷī Poḷmā,

Kar joḍī Nārāyaṇswarūp, beṭhā enī joḍmā,

Het varsāvī Swāmī oḍhāḍe chādar,

Mārā sthāne nīmu karjo sau ādar,

He... he... jem sopī Rāmānande Shrījīne dhur,

Em sopu hu āgnāmā rahejo jarur... bāje re 1

Pramukh Swāmīe shīsh namāvī āshish māgyā kevā,

Shabde shabde par upkārī amrut jhartu evā,

Akshar Purushottam upāsanā antarthī anurāgu,

Saune rājī rākhu, dehnī parvā kadī na dākhu,

Swāminārāyaṇ mantra jape tene Akshardhām dejo,

Ahonish sāthe rahejo Swāmī evā āshish dejo,

He... dīdhā āshish gurue bharpūr,

Ke jogī hāth mūke prachur... bāje re 2

Sant karyā, mandir karyā, jansevānā kām,

Sadāchārno prachār karvā vichare gāmo gām,

Āj vruddhvaye paṇ Swāmī saunā banī rahyā sukān,

Kāyā kīdhī kamanḍalu karāve amrut pān.

Daiye nīlamnā sanmān, e paṇ ochhā chhe,

Ghasī brahmānḍonā prāṇ tilak karyā ochhā chhe,

Swāmī ṭāḷo amārī kasūr, ke ‘Akshar’ āp hajur... daiye

He... navkhanḍ dharānā tāj, Pramukh Swāmī Mahārāj,

Pramukhvarṇī din āyo āj, rang chhāyo madhur madhur.

loading