કીર્તન મુક્તાવલી

સ્વામી કરુણા અપરંપાર

૨-૩૦૦૯: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સ્વામી કરુણા અપરંપાર,

રાત દિવસ ના જોયા આપે, વર્ષા હોય કે ટાઢે તાપે,

દેહ તણી તમા ન રાખી, વિચર્યા અનંત અપાર.

  ... સ્વામી ૧

ગામો ગામે ને દેશ-વિદેશે, ગરીબ કેરી ઝૂપડીમાં,

જાત પાત જોયા નહીં આપે, ઘૂમી રહ્યા છો ઘરઘરમાં,

કાયા નિચોવી કર્યા કૃતારથ, અમૃતના પાનાર,

  ... સ્વામી ૨

પત્રરૂપ ધરીને સ્વામી, અમ આંગણમાં ઘૂમી વળ્યા,

ફોન તણો તવ હાથ પસારી, સાથ અખંડ નિભાવી રહ્યા,

વાણી અમૃત લ્હાણી જાણે, આતમ દીપ પ્રકાશી ગયા,

સુખ ને દુઃખમાં હામી થઈને, અમારે કાજે જીવી રહ્યા,

પળ પળના સંગાથ હો સ્વામી, ના ભુલીએ ઉપકાર,

  ... સ્વામી ૩

Swāmī karuṇā aprampār

2-3009: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Swāmī! Karuṇā aprampār

Rāt divas nā joyā āpe, varshā hoy ke ṭāḍhe tāpe,

Deh taṇī tamā na rākhī, vicharyā anant apār.

  ... Swāmī 1

Gāmo gām ne desh-videshe, garīb kerī jhūpḍīmā,

Jāt pāt joyā nahī āpe, ghumī rahyā chho ghargharmā,

Kāyā nichovī karyā krutārath, amratanā pānār.

  ... Swāmī 2

Patrarūp dharīne Swāmī, am āngaṇmā ghumī vaḷyā,

Phone taṇo tav hāth pasārī, sāth akhanḍ nibhāvī rahyā,

Vāṇī amrut lhāṇī jāṇe, ātam dīp prakāshī gayā,

Sukh ne dukhmā hāmī thaīne, amāre kāje jīvī rahyā,

Paḷ paḷnā sangāth ho Swāmī, nā bhulīe upkār.

  ... Swāmī 3

loading