કીર્તન મુક્તાવલી

હે મારે આંગણ સ્વામી પધાર્યા

૨-૩૦૦૩: જયેન્દ્ર કલ્યાણી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

હે મારે આંગણ સ્વામી પધાર્યા,

 અવસર રૂડો આયો રે,

વાગે ઢોલ ઢમક ઢમક ઢમ,

વધાઈ ગાણા ઢોલ સંગે,

 શરણાયું વગડાવો રે,

વાગે ઢોલ ઢમક ઢમક ઢમ...

ઝરુખે દિવડા પ્રગટાવો, આંગણ મોતીડા વેરાવો,

 આવો રે, વેળા વહી જાય ના,

કમાડે તોરણીયા બંધાવો, ચોકમાં સાથિયા પૂરાવો,

 ગાવો રે, વેળા વહી જાય ના,

ઘેર ઘેરમાં આનંદ થઈઓ, સાકરુ વે’ચાવો રે,

વાગે ઢોલ ઢમક ઢમક ઢમ... હો મારે આંગણ ૧

ભક્તિમાં ભવપાર ઉતરવા ભક્તો રે છલકાયા,

માણીગરની મૂર્તિ જોઈ, મનડા રે મલકાયા,

 ડાંડી પડે ને ઢોલ બોલે સે,

હે... ઢોલ બોલે સે ને કાયા ડોલે સે

 ડાંડી પડે ને ઢોલ બોલે સે... ભક્તિમાં

પ્રમુખસ્વામી નામની લગની રે લાગી,

માનવનો મહેરામણ, સ્વામી અનુરાગી,

હે... સ્વામીને સંગે, હૈયે ઉમંગે, ટળે સૌ રાગરંગ,

સ્વામીના આશિષ લઈ ધન્ય બની જાય સે,

જાણે અક્ષરધામમાં બેઠા, એવો આનંદ થાય સે,

ઉત્સવ કેરો રંગ ચડ્યો જે, સૌમાં તે પરખાય સે,

 ડાંડી પડે ને ઢોલ બોલે સે

હે... ઢોલ બોલે સે ને કાયા ડોલે સે,

 ડાંડી પડે ને ઢોલ બોલે સે... ભક્તિમાં

રંગડો જામ્યો ભક્તિના રંગમાં,

 રંગડો જામ્યો રે,

ભક્તો ઝુમે સૌ ઢોલીડાના સંગમાં,

 હરિભક્તો સૌ ઝુમે,

આજની રાત અમે રંગભેર રમશું,

સ્વામીનો જન્મદિન હોંશે ઉજવશું,

હે... સ્વામીના થઈને રહેશું આશિષ લઈ,

સ્વામીના થઈને રહેશું... રંગડો ૧

He māre āngaṇ Swāmī padhāryā

2-3003: Jayendra Kalyani

Category: Pramukh Swami Maharajna Pad

He māre āngaṇ Swāmī padhāryā,

    avsar rūḍo āyo re

Vāge ḍhol ḍhamak ḍhamak ḍham,

Vadhāī gāṇā ḍhol sange,

    sharaṇāyu vagḍāvo re

Vāge ḍhol ḍhamak ḍhamak ḍham...

Jharukhe divḍā pragaṭāvo, āngaṇ motīḍā verāvo

    Āvo re... veḷā vahī jāy nā,

Kamāḍe toraṇiyā bandhāvo, chokmā sāthiyā pūrāvo,

Gāvo re... veḷā vahī jāy nā,

Gher ghermā ānand thaīo, Sākaru vechāvo re,

Vāge ḍhol ḍhamak ḍhamak ḍham... ho māre āngṇā... 1

Bhaktimā bhavpār utarvā bhakto re chhalkāyā,

Māṇigarnī mūrti joī, manḍā re malkāyā,

    Dānḍī paḍe ne ḍhol bole se,

He... ḍhol bole se ne kāyā ḍole se

    Dānḍī paḍe ne ḍhol bole se... bhaktimā

Pramukh Swāmī nāmnī, lagnī re lāgī,

Mānavno maherāmaṇ, Swāmī anurāgī,

He... Swāmīne sang, haiye umang, ṭaḷe sau rāgrang,

Swāmīnā āshish laī dhanya banī jāy se,

Jāṇe Akshardhāmmā beṭhā, evo ānand thāy se,

Utsav kero rang chaḍyo je, saumā te parakhāy se,

    Dānḍī paḍe ne ḍhol bole se.

He... ḍhol bole se ne kāyā ḍole se,

    Dānḍī paḍe ne ḍhol bole se... bhaktimā

Rangaḍo jāmyo bhaktinā rangmā,

rangaḍo jāmyo re,

Bhakto jhume sau ḍholīḍānā sangmā,

haribhakto sau jhume.

  Ājnī rāt ame rangbher ramshu,

  Swāmīno janmadin honshe ujavshu,

  He... Swāmīnā thaīne raheshu āshish laī,

  Swāmīnā thaīne raheshu.

    ... rangḍo 1

loading