કીર્તન મુક્તાવલી

એક જ છો સ્વામી તમે સહુનો સહારો

૨-૩૦૦૧: વનમાળીદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

એક જ છો સ્વામી તમે સહુનો સહારો,

ચારેકોર ભર્યો ભવસાગર આ ખારો... ꠶ટેક

જીવનદોરી છો સ્વામી આપ અમારી,

રાખો તેમ રહેશું જાણી મરજી તમારી,

ડૂબતી આ નૈયાને આપજો ઓથારો,

ચારે કોર ભર્યો ભવસાગર આ ખારો... એક જ છો꠶ ૧

આશા સર્વે છોડી દોડી શરણમાં આવ્યો,

ભૂલથી ભરેલ છતા આપે અપનાવ્યો,

હેતથી બોલાવો બાપા બાળ છું તમારો,

ચારે કોર ભર્યો ભવસાગર આ ખારો... એક જ છો꠶ ૨

જગાડી પ્રીત પ્રાણજીવન નિભાવજો,

અંતસમે શ્રીજીસ્વામી વેલાવેલા આવજો,

વનમાળીદાસની વિનંતી સ્વીકારો,

ચારે કોર ભર્યો ભવસાગર આ ખારો... એક જ છો꠶ ૩

Ek ja chho Swāmī tame sahuno sahāro

2-3001: Vanmalidas

Category: Pramukh Swami Maharajna Pad

Ek ja chho Swāmī tame sahuno sahāro,

 Chārekor bharyo bhavsāgar ā khāro... °ṭek

Jīvandorī chho Swāmī āp amārī,

 Rākho tem raheshu jāṇī marjī tamārī,

Ḍūbtī ā naiyāne āpjo othāro,

 Chāre kor bharyo bhavsāgar ā khāro... Ek ja chho° 1

Āshā sarve chhoḍī doḍī sharaṇmā āvyo,

 Bhūlthī bharel chhatā āpe apnāvyo,

Hetthī bolāvo Bāpā bāḷ chhu tamāro,

 Chāre kor bharyo bhavsāgar ā khāro... Ek ja chho° 2

Jagāḍī prīt prāṇjīvan nibhāvjo,

 Antsame Shrījī-Swāmī velāvelā āvajo,

Vanmāḷīdāsnī vinantī svīkāro,

 Chāre kor bharyo bhavsāgar ā khāro... Ek ja chho° 3

loading