કીર્તન મુક્તાવલી

ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે

૨-૨૮: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

પદ - ૨

ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલાં રે,

 વન પર્વત ઓળંગ્યા દશવીશ

 બલિહારી નવલ ઘનશ્યામની રે... ꠶ટેક

મુક્તનાથ જઈને તપ કીધેલું રે,

 સાધી જોગકળા તે જગદીશ... બલિહારી꠶ ૧

ત્યાંથી જઈને ફરતા ચાલિયા રે,

 કરતા બહુ જનને ઉપદેશ... બલિહારી꠶ ૨

જગન્નાથ જઈ દક્ષિણ પધારિયા રે,

 પછી આવ્યા તે પશ્ચિમ દેશ... બલિહારી꠶ ૩

ગહેરી છાયા અજબ ગિરનારની રે,

 ભેટ્યા રામાનંદ સુખકંદ... બલિહારી꠶ ૪

દઈ દીક્ષા પોતાનું પદ સ્થાપિયું રે,

 ધર્યું નામ તે સહજાનંદ... બલિહારી꠶ ૫

કચ્છ ગુર્જર ધરાને પાવન કરી રે,

 આવી વસ્યા દુર્ગપુર આપ... બલિહારી꠶ ૬

બ્રહ્માનંદ કહે જગ ઉપરે રે,

 વધ્યો દિન દિન અધિક પ્રતાપ... બલિહારી꠶ ૭

Chālyā uttār dishāmā pote eklā re

2-28: Sadguru Brahmanand Swami

Category: Shri Harina Pad

Pad - 2

Chālyā uttār dishāmā pote eklā re

Van parvat oḷangyā dashvīsh,

 Balihārī naval Ghanshyāmnī re...

Muktanāth jaīne tap kīdhelu re,

 Sādhī jogkaḷā te Jagdīsh... balihārī 1

Tyāthī jaīne fartā chāliyā re,

 Kartā bahu janne updesh... balihārī 2

Jagannāth jaī dakshiṇ padhāriyā re,

 Pachhi āvyā te paschim desh... balihārī 3

Gaherī chhāyā ajab girnārnī re,

 Bheṭyā Rāmānand sukhkand... balihārī 4

Dai dīkshā potānu pad sthāpiyu re,

 Dharyu nām te Sahajānand... balihārī 5

Kachchh Gurjar dharāne pāvan karī re,

 Āvī vasyā Durgapūr āp... balihārī 6

Brahmānand kahe jag upare re,

 Vadhyo din din adhik pratāp... balihārī 7

loading