કીર્તન મુક્તાવલી

મારે હરિભજનમાં રે’વું છે

૨-૨૪૧: ઈન્દ્રજીત ચૌધરી

Category: બાળ કીર્તનો

મારે હરિભજનમાં રે’વું છે,

 એક નામ શ્રીજીનું લેવું છે... મારે꠶ ટેક

શ્રવણકુમારે માતાપિતાને, તીરથ કરાવ્યાં કાવડ લઈ;

 મારે સહુના સેવક થાવું છે... મારે꠶ ૧

તપ રે કર્યાં ધ્રુવે રાજી થઈ, પ્રસન્ન કર્યા પ્રભુ વનમાં જઈ;

 મારે ભક્તિના રંગે રંગાવું છે... મારે꠶ ૨

પ્રહ્‌લાદે હરિનામ તજ્યું નહિ, અખંડ હરિએ સહાય કરી;

 એવા ભક્તોની નાતમાં ભળવું છે... મારે꠶ ૩

Māre Haribhajanmā re’vu chhe

2-241: Indrajit Chaudhari

Category: Bal Kirtan

Māre Haribhajanmā re’vu chhe,

 Ek nām Shrījīnu levu chhe...

Shravaṇ kumāre mātāpītāne,

tīrath karavya kāvaḍ laī;

 Māre sahunā sevak thāvu chhe... māre 1

Tap re karyā Dhruve rājī thaī,

prasanna karyā Prabhu vanmā jaī;

 Māre bhaktinā range rangāvu chhe... māre 2

Prahlāde Harinām tajyu nahi,

akhanḍ Harie sahāy karī;

 Evā bhaktonī nātmā bhaḷvu chhe... māre 3

loading