કીર્તન મુક્તાવલી

ઓ ઘનશ્યામ ઓ ઘનશ્યામ લઈએ તારું નામ

૨-૨૩૯: સાધુ જ્ઞાનરત્નદાસ

Category: બાળ કીર્તનો

ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, લઈએ તારું નામ;

આવો અમારી સાથે રમવા, લઈએ તારું નામ... ઓ꠶ ૧

પા પા પગલી ભરતા ભરતા, માતા હાથે જમતા;

આવો અમારી સાથે જમવા, ભોજન છે મનગમતા... ઓ꠶ ૨

ચાંદા સાથે રમતા ગૌરી, ગાય સાથે રમતા;

આવો અમારી સાથે રમવા, અમને છો મનગમતા... ઓ꠶ ૩

વહેલા ઊઠી પૂજા કરતા, ધર્મ પિતાથી ભણતા,

આવો અમારી સાથે ભણવા, વિદ્યાના છો દાતા... ઓ꠶ ૪

O Ghanshyām O Ghanshyām laīe tāru nām

2-239: Sadhu Gnanratnadas

Category: Bal Kirtan

O Ghanshyām, O Ghanshyām, laīe tāru nām;

 Āvo mārī sāthe ramvā, laīe tāru nām... O 1

Pā pā paglī bhartā bhartā, mātā hāthe jamtā;

 Āvo mārī sāthe jamvā, bhojan chhe mangamtā... O 2

Chāndā sāthe ramtā gaurī, gāy sāthe ramtā;

 Āvo mārī sāthe ramvā, amne chho mangamtā... O 3

Vaheḷā ūṭhī pūjā kartā, Dharma pitāthī bhaṇtā;

 Āvo mārī sāthe bhaṇvā, vidyānā chho dātā... O 4

loading