કીર્તન મુક્તાવલી

નાના નાના બાળકોની છૂક છૂક ગાડી જાય

૨-૨૩૮: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

નાના નાના બાળકોની છૂક છૂક ગાડી જાય,

મોટાં મોટાં મંદિરોનાં દર્શન કરવા જાય... નાના નાના꠶ ટેક

બાળકો સૌ સ્ટેશન ઉપર ઝટપટ પહોંચી જાય,

ધૂન પ્રાર્થના કીર્તન થાય ને નાસ્તાઓ પીરસાય;

સંતો ફરતા ટોળું વળી સૌ વાર્તા સુણતા જાય,

સિગ્નલ મળતાં સ્ટેશન ઉપર ગાડી આવી જાય... નાના નાના꠶ ૧

પહેલું આવ્યું અક્ષરમંદિર ગોંડલ ધામ કે’વાય,

અક્ષરદેરી દર્શન કરતાં હૈયાં બહું હરખાય;

આવી ભાદરા ગામ એ તો અક્ષરબ્રહ્મનું સ્થાન,

ખેતર વડનાં દર્શન કીધાં ઊંડ નદીએ સ્નાન... નાના નાના꠶ ૨

ગઢપુરમાં તો ગોપીનાથનાં દર્શન સારાં થાય,

અક્ષરઓરડી લીમડો દાદાના દરબારમાંય,

લક્ષ્મીવાડી ફરતાં ફરતાં ઘેલામાં સૌ ન્હાય,

અક્ષરપુરુષોત્તમનું મંદિર આરસનું છે ત્યાંય... નાના નાના꠶ ૩

સારંગપુરનું મંદિર ઊંચું ધજા ગગન લહેરાય,

રંગમંડપને સ્મૃતિ મંદિર કીધાં દર્શન ત્યાંય,

અમદાવાદ બોચાસણ થઈ અટલાદરા તીરથ થાય,

સંત સમાગમ દર્શન કરતાં અક્ષર સુખ ઉભરાય... નાના નાના꠶ ૪

Nānā nānā bāḷakonī chhuk chhuk gāḍī jāy

2-238: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Nānā nānā bāḷakonī chhuk chhuk gāḍī jāy,

Moṭā moṭā mandir nā darshan karvā jāy...

Bāḷako sau station upar jhaṭpaṭ pahochī jāy,

Dhun prārthanā Kīrtan thāy ne nāstāo pīrsāy;

Santo fartā ṭoḷu vaḷī sau vārtā suṇtā jāy,

Signal maltā station upar gāḍī āvī jāy

 ... nānā nānā 1

Pahelu āvyu Akshar Mandir Gonḍal Dhām ke’vāy,

Akshar Derī darshan kartā haiyā bahu harkhāy;

Āvī Bhādrā gām e to Aksharbrahmanu sthān,

Khetar vaḍnā darshan kīdhā Ūnḍ nadīe snān

 ... nānā nānā 2

Gaḍhpurmā to Gopīnāthnā darshan sārā thāy,

Akshar Orḍī līmḍo Dādānā darbārmāy;

Lakshmī Vāḍī fartā fartā Ghelāmā sau nhāy,

Akshar Purushottamnu mandir ārasnu chhe tyāy

 ... nānā nānā 3

Sārangpurnu mandir ūnchu dhajā gagan laherāy,

Rang Manḍapne smrūtī mandir kīdhā darshan tyāy;

Amdāvād Bochāsaṇ thaī Atlādrā tīrath thāy,

Sant samāgam darshan kartā Akshar sukh ubhrāy

... nānā nānā 4

loading