કીર્તન મુક્તાવલી

મૂર્તિ મેં તો બનાવી મજાની

૨-૨૩૩: સાધુ અક્ષરવત્સલદાસ

Category: બાળ કીર્તનો

 મૂર્તિ મેં તો બનાવી મજાની,

 શણગારી એને હવે પૂજવાની... મૂર્તિ꠶ ટેક

એના વાઘા સિવડાવવા દરજી પાસે જાઉં;

દરજીભાઈ દરજીભાઈ વાઘા સીવી દો,

લીલા પીળા રંગના વાઘા સીવી દો... મૂર્તિ꠶ ૧

એનો હાર બનાવવા માળી પાસે જાઉં;

માળીભાઈ માળીભાઈ હાર બનાવી દો,

તાજાં માજાં ફૂલોનો હાર બનાવી દો... મૂર્તિ꠶ ૨

એનો મુગટ બનાવવા સોની પાસે જાઉં;

સોનીભાઈ સોનીભાઈ મુગટ બનાવી દો,

હીરા માણેકથી એને સજાવી દો... મૂર્તિ꠶ ૩

એને લાડુ જમાડવા મમ્મીને કંઉ,

મમ્મી મમ્મી લાડુ બનાવી દો,

કાજુ બદામવાળા લાડુ બનાવી દો... મૂર્તિ꠶ ૪

એમાં પ્રાણ પુરાવવા સ્વામી પાસે જાઉં,

સ્વામીબાપા સ્વામીબાપા પ્રાણ પૂરી દો,

બોલતી ચાલતી મૂર્તિ કરી દો... મૂર્તિ꠶ ૫

Mūrti me to banāvī majānī

2-233: Sadhu Aksharvatsaldas

Category: Bal Kirtan

Mūrti me to banāvī majānī,

 Shaṇgārī ene have pūjvānī...

Enā vāghā sīvḍāvvā darjī pāse jāu,

Darjībhāī darjībhāī vāghā sīvī do,

 Līlā piḷā rangnā vāghā sīvī do... mūrti 1

Eno hār banāvvā māḷī pāse jāu,

Māḷībhāī māḷībhāī hār banāvī do,

 Tājā mājā fūlono hār banāvī do... mūrti 2

Eno mugaṭ banāvvā sonī pāse jāu,

Sonībhāī sonībhāī mugaṭ banāvī do,

 Hīrā māṇekthī ene sajāvī do... mūrti 3

Ene lāḍu jamāḍvā mummyne kau,

Mummy mummy lāḍu banāvī do,

 Kāju badāmvāḷā lāḍu banāvī do... mūrti 4

Emā prāṇ pūrāvvā Swāmī pāse jāu,

Swāmībāpā Swāmībāpā prāṇ pūrī do,

 Boltī chāltī mūrti karī do... mūrṭī 5

loading