કીર્તન મુક્તાવલી
મંદિર તારે ગમે આવવું લઈ પૂજાનાં ફૂલ
૨-૨૨૯: ઝીણાભાઈ દેસાઈદાસ
Category: બાળ કીર્તનો
મંદિર તારે ગમે આવવું લઈ પૂજાનાં ફૂલ!
સવાર સાંજે ચરણે તારે, ભેટ ધરું અણમૂલ!... ꠶ટેક
અહો! અહો! આ હાથ મારા, તારી પૂજાનાં ફૂલ!
દેવ! અહો! આ ચરણો મારા, તારી પૂજાનાં ફૂલ!... ꠶ ૧
અહો! અહો! આ આંખો મારી, તારી પૂજાનાં ફૂલ!
દેવ! અહો! આ નાક મારું, તારી પૂજાનું ફૂલ!... ꠶ ૨
અહો! અહો! આ હૈયું મારું, તારી પૂજાનું ફૂલ!
નાનકડી આ કાયા મારી, તારી પૂજાનું ફૂલ!... ꠶ ૩
અહો! અહો! આ વાણી મારી, તારી પૂજાનું ફૂલ!
દેવ! અહો! આ ગીત મારાં, તારી પૂજાનાં ફૂલ!... ૪
Mandir tāre game āvvu laī pūjānā fūl
2-229: Zinabhai Desaidas
Category: Bal Kirtan
Mandir tāre game āvvu, laī pūjānā fūl!
Savār sānje charaṇe tāre, bheṭ dharu aṇmūl!...
Aho! Aho! Ā hāth mārā, tārī pūjānā fūl!
Dev! Aho! Ā charaṇo mārā, tārī pūjānā fūl!... 1
Aho! Aho! Ā ānkho mārī, tārī pūjānā fūl!
Dev! Aho! Ā nāk māru, tārī pūjānu fūl!... 2
Aho! Aho! Ā haiyu māru, tārī pūjānu fūl!
Nānakḍī ā kāyā mārī, tārī pūjānu fūl!... 3
Aho! Aho! Ā vāṇī mārī, tārī pūjānu fūl!
Dev! Aho! Ā gīt mārā, tārī pūjānā fūl!... 4