કીર્તન મુક્તાવલી

મેં તો ફૂલોના રંગમાં જોયા કે ઘનશ્યામ હસતા’તા

૨-૨૨૪: સાધુ નારાયણમુનિદાસ

Category: બાળ કીર્તનો

મેં તો ફૂલોના રંગમાં જોયા કે ઘનશ્યામ હસતા’તા

એ તો ડાળિયોના હીંચકે બેઠા કે ઘનશ્યામ ઝૂલતા’તા... ꠶ટેક

મેં તો સૂરજના તેજમાં જોયા કે ઘનશ્યામ ઝળહળતા

રાતે તારાની રંગોળી પૂરે કે ઘનશ્યામ ઝગમગતા... ꠶ ૧

મેં તો પંખીનાં ગીત મીઠાં સુણ્યાં કે ઘનશ્યામ ગાતા’તા

એની ઊંચે ફરકતી પાંખો કે ઘનશ્યામ ઊડતા’તા... ꠶ ૨

મેં તો નદીઓનાં નીરમાં જોયા કે ઘનશ્યામ વહેતા’તા

એ તો વરસાદની ધારે નવરાવે કે ઘનશ્યામ વર્ષ્યા’તા... ꠶ ૩

મારા મંદિરની મૂર્તિમાં જોયા કે ઘનશ્યામ મલકાતા

મેં તો પ્રમુખ સ્વામીમાં જોયા કે ઘનશ્યામ રહેતા’તા... ꠶ ૪

Me to fūlonā rangmā joyā ke Ghanshyām hastā’tā

2-224: Sadhu Narayanmunidas

Category: Bal Kirtan

Me to fūlonā rangmā joyā ke Ghanshyām hastā’tā,

 E to dāḷiyonā hīnchke beṭhā ke Ghanshyām jhultā’tā...

Me to sūrajnā tejmā joyā ke Ghanshyām jhaḷhaḷtā,

 Rāte tārāṇī rangoḷī pūre ke Ghanshyām jhagmagtā... 1

Me to pankhīnā gīt mīṭhā suṇyā ke Ghanshyām gātā’tā,

 Enī ūnche faraktī pānkho ke Ghanshyām ūḍtā’tā... 2

Me to nadīonā nīrmā joyā ke Ghanshyām vahetā’tā,

 E to varsādnī dhāre navrāve ke Ghanshyām varshyā’tā... 3

Mārā mandirnī mūrtimā joyā ke Ghanshyām malkātā,

 Me to Pramukh Swāmīmā joyā ke Ghanshyām rahetā’tā... 4

loading