કીર્તન મુક્તાવલી

માધવપુરનો માંડવો આવે જાદવકુળની જાન

૨-૨૧૩: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(હસ્તમેળાપ વખતે - બંને પક્ષ ગાઈ શકે)

માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન;

પરણે તે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન... ૧

જાદવ જાનૈયા થયા, માંડવિયા પણ સોય;

વિધિ સહિત વિવા’ રચ્યો, કસર ન રાખી કોય... ૨

માણેક સ્થંભ મંડપ રચ્યો, મધ્યે ચોરી બાંધી સાર;

મોહન આવ્યા માંયરે, કોટિ ભુવનના કરતાર... ૩

માથે તે મુગટ જડાવનો, કાને કુંડળ મકરાકાર;

બાંયે બાજુબંધ બેરખા, કોટે કૌસ્તુભ મણિનો હાર... ૪

શોભે ઘણા શણગારમાં, પીતાંબર અતિ ઉદાર;

હેમકડાં બેઉ હાથમાં, પાયે ઝાંઝરનો ઝણકાર... ૫

વ્હાલાનું વદન સોહામણું, જાણ્યું ઉગ્યો પૂનમચંદ;

મુક્તાનંદ કહે મોહનવરને, જોઈ થયો આનંદ... ૬

Mādhavpurno mānḍavo āve jādavkuḷnī jān

2-213: Sadguru Muktanand Swami

Category: Avi Aksharvarni Jan

(Hast-meḷāp vakhate - banne pakṣh gāī shake)

Mādhavpurno mānḍavo, āve Jādavkuḷnī jān;

Parṇe te Rāṇī Rukmiṇī, var vānchhit Shrī Bhagwān... 1

Jādav jānaiyā thayā, mānḍaviyā paṇ soy;

Vidhi sahit vivā’ rachyo, kasar na rākhī koy... 2

Māṇek sthambh manḍap rachyo, madhye chorī bāndhī sār;

Mohan āvyā mānyare, koṭi bhuvannā kartār... 3

Māthe te mugaṭ jaḍāvno, kāne kunḍaḷ makrākār;

Bāye bājubandh berkhā, koṭe kaustubh maṇino hār... 4

Shobhe ghaṇā shaṇagārmā, pītāmbar ati udār;

Hemkaḍā beu hāthmā, pāye zānzarno zaṇkār... 5

Vhālānu vadan sohāmṇu, jāṇyu ugyo Pūnamchand;

Muktānand kahe Mohanvarne, joī thayo ānand... 6

loading