કીર્તન મુક્તાવલી

ઊંચો આંબલિયો ઘેરો ગંભીર જો

૨-૨૧૨: કર્ણોપકર્ણ

Category: આવી અક્ષરવરની જાન

(છાબ લઈ જતી વરપક્ષની સ્ત્રીઓએ ગાવાનું)

ઊંચો આંબલિયો ઘેરો ગંભીર જો,

 ફૂલડે તે દીસે રે રળિયામણો... ꠶ ૧

ઊઠોને ગોપીનાથ ડાળ ખંખેરો,

 પાતળાં રાધાજી વીણે ફૂલડાં... ꠶ ૨

વીણી ચૂંટીને છાબ ભરાવો,

 મોકલોને મોટી બાને ઓરડે... ꠶ ૩

ઊઠો મોટીબા છાબ વધાવો,

 ભક્તિને જાયે ભેટ મોકલી... ꠶ ૪

ઝીણા ચોખા ને હાથમાં કંકાવટી,

 છાબ વધાવે મોટીબા પાતળા... ꠶ ૫

ઘણું જીવો મા ભક્તિના જાયા,

 મોક્ષના દ્વાર ઉઘાડિયા... ꠶ ૬

મંદિર કરજો વ્હાલા મૂર્તિ પધરાવજો,

 સત્સંગ વધજો રે મારા નાથનો... ꠶ ૭

Ūncho āmbaliyo ghero gambhīr jo

2-212: Karnopkarna

Category: Avi Aksharvarni Jan

(Chhāb laī jatī varpakṣhnī strīoe gāvānu)

Ūcho āmbaliyo ghero gambhīr jo,

 Fūlḍe te dīse re raḷiyāmṇo... ° 1

Ūṭhone Gopīnāth ḍāḷ khankhero,

 Pātaḷā Rādhājī vīṇe fūlḍā... ° 2

Vīṇī chūnṭīne chhāb bharāvo,

 Moklone Moṭī bāne oraḍe... ° 3

Ūṭho Moṭībā chhāb vadhāvo,

 Bhaktine jāye bheṭ moklī... ° 4

Zīṇā chokhā ne hāthmā kankāvaṭī,

 Chhāb vadhāve Moṭībā pātaḷā... ° 5

Ghaṇu jīvo Mā Bhaktinā jāyā,

 Mokṣhnā dvār ughāḍiyā... ° 6

Mandir karjo vhālā mūrti padharāvjo,

 Satsang vadhjo re mārā Nāthno... ° 7

loading