કીર્તન મુક્તાવલી

જાદવરાય જીવે મોતિયાવાળો

૨-૨૦૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(વરઘોડામાં ગાવાનું)

 જાદવરાય જીવે મોતિયાવાળો,

 ઘણા મૂલાને ઘણી ખમા, ઘણું જીવો ઘણી ખમા.

 છેલવર આવે રે છોગાળો,

 રાજેશ્વર ચરણે નમા, જગજીવન ચરણે નમા... ꠶ટેક

માણીગર માણકિયે રે રાજે, શોભા જોઈ કામ લાજે;

ચરમ ઢળે રે છત્તર છાજે, આગે ઘણાં વાજાં વાજે... ꠶ ૧

કેસરિયાને કોડે કોડે જોઈએ, જોઈ જોઈ દુઃખ ભાગે;

માથે મોતીડાનો ઝૂડો રૂડો, વિઠ્ઠલવર વ્હાલો લાગે... ꠶ ૨

કેસર તિલક રે કીધાં ભાલે, કાને કુંડળ શોભા કાજુ;

સોનેરી વાઘો શોભે અંગે, બાંયે નંગ જડિયલ બાજુ... ꠶ ૩

ઉરમાં ઉતરિયું રે રૂપાળી, ભાળી ભાળી નેણાં ઠરે;

હાર હજારો કમરે કટારો, પ્રેમાનંદનાં મનડાં હરે... ꠶ ૪

Jādavrāy jīve motiyāvāḷo

2-208: Sadguru Premanand Swami

Category: Avi Aksharvarni Jan

(Varghoḍāmā gāvānu)

Jādavrāy jīve motiyāvāḷo,

 Ghaṇā mūlāne ghaṇī khamā, ghaṇu jīvo ghaṇī khamā.

Chhelvar āve re chhogāḷo,

 Rājeshvar charṇe namā, Jagjīvan charaṇe namā... °ṭek

Māṇīgar Māṇakiye re rāje, shobhā joī kām lāje;

 Charam ḍhaḷe re chhattar chhāje, āge ghaṇā vājā vāje... ° 1

Kesariyāne koḍe koḍe joīe, joī joī dukh bhāge;

 Māthe motīḍāno zūḍo rūḍo, Viṭhṭhalvar vhālo lāge... ° 2

Kesar tilak re kīdhā bhāle, kāne kunḍaḷ shobhā kāju;

 Sonerī vāgho shobhe ange, bāye nang jaḍiyal bāju... ° 3

Urmā utariyu re rūpāḷī, bhāḷī bhāḷī neṇā ṭhare;

 Hār hajāro kamare kaṭāro, Premānandnā manḍā hare... ° 4

loading