કીર્તન મુક્તાવલી
જી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું
૨-૨૦૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: આવી અક્ષરવરની જાન
(જાનની રાહ જોતી કન્યા)
જી રે કુંવરીએ કૃષ્ણજીને કહાવિયું, અલબેલા ઉતાવળો આવ,
મુખડું જોઈને સુખ ઉપજે... ꠶ટેક
જી રે આવડી તે વાર તમને ક્યાં થઈ, સુંદરવર નટવર નાવ... ૧
જી રે વાટડી જોઉં ઊભી ક્યારની, કેસરિયા વર તારે કાજ... ૨
જી રે રાતદિન રટના લાગી રહી, મારાં નેણ સફળ કરો રાજ... ૩
જી રે દીન જાણીને દયા આણજ્યો, હું તો દાસી ચરણની નાથ... ૪
જી રે માળા રટું તારા નામની, લળી લળી લાગું તારે પાય... ૫
જી રે વિઠ્ઠલ આવો ઉતાવળા, હરી ગ્રહણ કરો મારો હાથ... ૬
જી રે સંભારતાં સમાચાર આવિયા, આવી કેસરિયા કુંવરની જાન... ૭
જી રે પ્રેમાનંદ કહે પ્રભુજી પધારિયા, આવ્યાં ગગન અમર વેમાન... ૮
Jī re kuvarīe Kṛuṣhṇajīne kahāviyu
2-207: Sadguru Premanand Swami
Category: Avi Aksharvarni Jan
(Jānnī rāh jotī kanyā)
Jī re kuvarīe Kṛuṣhṇajīne kahāviyu, albelā utāvaḷo āv,
Mukhaḍu joīne sukh upaje... °ṭek
Jī re āvaḍī te vār tamne kyā thaī, sundarvar Naṭvar nāv... 1
Jī re vāṭaḍī jou ūbhī kyārnī, kesariyā var tāre kāj... 2
Jī re rātdin raṭnā lāgī rahī, mārā neṇ safaḷ karo Rāj... 3
Jī re dīn jāṇīne dayā āṇajyo, hu to dāsī charaṇnī Nāth... 4
Jī re māḷā raṭu tārā nāmnī, laḷī laḷī lāgu tāre pāy... 5
Jī re Viṭhṭhal āvo utāvaḷā, Harī grahaṇ karo māro hāth... 6
Jī re sambhārtā samāchār āviyā, āvī kesariyā kuvarnī jān... 7
Jī re Premānand kahe Prabhujī padhāriyā, āvyā gagan amar vemān... 8