કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય દિન રળિયામણો

૨-૨૦૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(કંકોતરી મોકલવાનું)

ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય ધન્ય અવસર આજ રે;

લગન લાડીલી મોકલે રે, વે’લા આવો મહારાજ રે... ૧

વાલાજી વિલંબ ન કીજિયે રે, દીજે દરશન દાન રે;

ભૂધર તમને ભેટતાં રે, વળે અમારા વાન રે... ૨

સર્વે અંગે સ્વામી તમને, સ્પરશી પાવન કરું રે;

પિયુજી વે’લેરા પધારજ્યો, આવો અંકજ ભરું રે... ૩

અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે;

અધમ ઓદ્ધારણ બિરુદ છે, રખે તમે તે ખોતા રે... ૪

થોડે લખ્યે ઘણું જાણજ્યો રે, દયા કરજ્યો ઓ દયાળુ રે;

જેમ જાણો તેમ જાણજ્યો રે, છૈયે તમારા પાળુ રે... ૫

છોડતાં છેક છૂટો નહિ રે, તે કેમ છાંડો મહારાજ રે;

નિષ્કુળાનંદના નાથજી રે, બાંય ગ્રહ્યાની લાજ રે... ૬

Dhanya dhanya din raḷiyāmṇo

2-203: Sadguru Nishkulanand Swami

Category: Avi Aksharvarni Jan

(Kankotarī Mokalvānu)

Dhanya dhanya din raḷiyāmṇo, dhanya dhanya avsar āj re;

Lagan lāḍīlī mokale re, ve’lā āvo Mahārāj re... 1

Vālājī vilamb na kījiye re, dīje darshan dān re;

Bhūdhar tamne bheṭtā re, vaḷe amārā vān re... 2

Sarve ange Swāmī tamne, sparshī pāvan karu re;

Piyujī ve’lerā padhārjyo, āvo ankaj bharu re... 3

Avguṇ mārā anek chhe, rakhe te sāmu jotā re;

Adham oddhāraṇ birud chhe, rakhe tame te khotā re... 4

Thoḍe lakhye ghaṇu jāṇajyo re, dayā karajyo o dayāḷu re;

Jem jāṇo tem jāṇajyo re, chhaiye tamārā pāḷu re... 5

Chhoḍatā chhek chhūṭo nahi re, te kem chhānḍo Mahārāj re;

Niṣhkuḷānandnā Nāthjī re, bānya grahyānī lāj re... 6

loading