કીર્તન મુક્તાવલી

સ્વામીના સૈનીક અમે આ કૂચ અમારી આવે

૨-૨૦૨૩: સાધુ આત્મતૃપ્તદાસ

Category: બાળ કીર્તનો

લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ....

આ કૂચ અમારી આવે છે, આ કૂચ અમારી આવે છે;

સ્વામીના સૈનિક અમે આ કૂચ અમારી આવે,

બ્રહ્મ અને પરબ્રહ્મના ડંકા દિગંતમાં પ્રસરાવે છે,

આ કૂચ અમારી આવે છે.... આવે આવે આવે આવે છે.... ૧

સેવા ને સત્સંગ તણા આ શસ્ત્રો રણ રમનારા,

પૂજા કંઠી તિલક-ચાંદલો સાચા સાજ અમારા છે,

સાચા સાજ અમારા છે, સાચા સાજ અમારા છે...

રણવીર અતિ શૂરવીર સિપાહી બ્રહ્મનાદ જગાવે છે,

કાળ સમા વિકરાળ જેવી કુસંગને ધ્રૂજાવે છે,

આવે આવે આવે આવે છે... લેફ્ટ રાઈટ.... ૨

અક્ષરપુરુષોત્તમ કાજે યાહોમ અમારે થાવું છે,

સ્વામીના સંતાન અમે કુરબાન અમારે થાવું છે,

અક્ષરના આદેશે ચાલ્યા મરવાની તૈયારી છે,

પ્રમુખસ્વામીના સંગે આગે આગે જીત અમારી છે,

આગે આગે જીત અમારી છે... લેફ્ટ રાઈટ.... ૩

શૂર! કૂદો સંગ્રામ સમંદર, આવ્યો આજ અમૂલો અવસર,

કૂચ કરો બસ કૂચ નિરંતર, કોનો ડર હિંમત છે જબ્બર,

સિંહસંતાનોનું આ લશ્કર, કાપે વિઘ્નો વિકટ ભયંકર,

સેનાની સ્વામી છે સદ્ધર, જીત અમારી છે સરંદર,

ધર્મ ધજા ફરકાવી દો, દશો દિશ ગુંજાવી દો,

જય જયકાર ગજાવી, સ્વામીનો જય ગજાવી દો...

Swāmīnā sainik ame ā kūch amārī āve chhe

2-2023: Sadhu Atmatruptdas

Category: Bal Kirtan

 Left-right-left-right-left-right-left-right.

 Ā kūch amārī āve chhe,

 Left-right-left-right-left-right-left-right.

Swāmīnā sainik ame, ā kūch amārī āve chhe,

Brahma ane Parabrahmanā ḍankā, digantmā prasrāve chhe,

Ā kūch amārī āve chhe, āve āve āve āve chhe,

Left-right-left-right-left-right-left-right.

Sevāne satsang taṇā, ā shastro raṇ ramnārā chhe,

Pūjā, kanṭhī, tilak chāndlo, sāchā sāj amārā chhe,

Raṇdhīr ati shurvīr sipāhī, brahmanād jagāve chhe,

Kāḷ samā vikrāḷ verī kusangne dhrujāve chhe.

Āve āve āve āve chhe,

Left-right-left-right-left-right-left-right.

Akshar Purushottam kāje yāhom amāre thāvu chhe,

Swāmīnā santān ame, kurbān māre thāvu chhe,

Aksharnā ādeshe chālyā, marvānī taiyārī chhe,

Pramukh Swāmīnā sange āge, āge jīt amārī chhe.

Left-right-left-right-left-right-left-right.

 Shur! Kūdo sangrām samandar,

 āvyo āj amūlo avsar,

 Kūch karo bas kūch nirantar,

 kono ḍar himmat chhe jabbar,

 Sinhsantānonu ā lashkar,

 kāpe vighno vikaṭ bhayankar,

 Senānī Swāmī chhe saddhar,

 jīt amārī chhe sadantar,

 Dharma dhajā farkāvī do,

 dasho dish gunjāvī do,

 Jay jaykār gajāvī do,

 Swāmīno jay jagāvī do.

loading