કીર્તન મુક્તાવલી

લાગું પાય પરબ્રહ્મને સોયે સદ્‍ગુરુ શ્યામ

૨-૨૦૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

[લગ્ન પ્રસંગનાં કીર્તનો]

(મંગળાષ્ટક)

લાગું પાય પરબ્રહ્મને, સોયે સદ્‍ગુરુ શ્યામ;

સંત વેષે શ્રીહરિ, એક રૂપ ને દ્વય નામ... ૧

મંગળ ઇચ્છે જો મનમાં, તો સોંપે શરણે શીશ;

અખંડ સુખને પામવા, ગાઉં ગુણ હરિના હમીશ... ૨

વિવા’ તે નામે વધામણું, માંહિ વર કન્યાની વાત;

વૃત્તિ તે નામ વનિતાનું, વર શ્રીહરિ સાક્ષાત... ૩

વરે વર્યાની ઇચ્છા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ્ય;

ઓઢી છે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ... ૪

સ્વાગણ થઈ છે સુંદરી, પામી અખંડ એવાતણ;

આવો સખી સરવે મળી, ગાઈયે ગોવિંદજીના ગણ... ૫

ધન્ય ધન્ય જનમ માહેરો, થયું સગપણ શ્યામની સાથ;

ઇચ્છા તે વર મુજને મળ્યો, નિષ્કુળાનંદનો નાથ... ૬

Lāgu pāy Parabrahmane soye sad‍guru Shyām

2-202: Sadguru Nishkulanand Swami

Category: Avi Aksharvarni Jan

[Lagna Prasangnā Kirtano]

(Mangaḷāṣhṭak)

Lāgu pāy Parabrahmane, soye sad‍guru Shyām;

Sant veṣhe Shrī Hari, ek rūp ne dvay nām... 1

Mangaḷ ichchhe jo manmā, to sope sharaṇe shīsh;

Akhanḍ sukhne pāmvā, gāu guṇ Harinā hamīsh... 2

Vivā’ te nāme vadhāmṇu, māhi var kanyānī vāt;

Vṛutti te nām vanitānu, var Shrī Hari sākṣhāt... 3

Vare varyānī ichchhā karī, sopyu shrīfaḷ bṛuhad vairāgya;

Oḍhī chhe aval ghāṭaḍī, mārā Swāmī taṇo je suvāg... 4

Svāgaṇ thaī chhe sundarī, pāmī akhanḍ evātaṇ;

Āvo sakhī sarve maḷī, gāīye Govindjīnā gaṇ... 5

Dhanya dhanya janam māhero, thayu sagpaṇ Shyāmnī sāth;

Ichchhā te var mujne maḷyo, Niṣhkuḷānandno Nāth... 6

loading