કીર્તન મુક્તાવલી
ભણવાના અમે ભણવાના
૨-૨૦૧૧: સાધુ વિવેકશીલદાસ
Category: બાળ કીર્તનો
ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના,
મોટું મોટું ભણતા ભણતા,
કદી ન પાછા પડવાના... ꠶ટેક
ગણવાના અમે ગણવાના, એકડો બગડો ગણવાના,
એકડો બગડો ગણતા ગણતા,
ટમ ટમ તારા ગણવાના... ૧ ભણવાના
લખવાના અમે લખવાના, ક ખ ગ ઘ લખવાના
ક ખ ગ ઘ લખતા લખતા,
પ્રભુને કાગળ લખવાના... ૨ ભણવાના
બોલવાના અમે બોલવાના, A B C D બોલવાના,
A B C D બોલતા બોલતા,
લવ યું ઈન્ડીયા બોલવાના... ૩ ભણવાના
બનવાના અમે બનવાના, ડોક્ટર પાઈલેટ બણવાના
ડોક્ટર પાઈલેટ બની અમે તો
સ્વામીને રાજી કરવાના... ૪ ભણવાના
Bhaṇvānā ame bhaṇvānā
2-2011: Sadhu Vivekshildas
Category: Bal Kirtan
Bhaṇvānā ame bhaṇvānā, moṭu moṭu bhaṇvānā,
Moṭu moṭu bhaṇtā bhaṇtā,
Kadī na pāchhā paḍvānā... °ṭek
Gaṇvānā ame gaṇvānā, ekḍo bagḍo gaṇvānā,
Ekḍo bagḍo gaṇtā gaṇtā,
Ṭam ṭam tārā gaṇvānā... 1 bhaṇvānā
Lakhvānā ame lakhvānā, ka kha ga gha lakhvānā
Ka kha ga gha lakhtā lakhtā,
Prabhune kāgaḷ lakhvānā... 2 bhaṇvānā
Bolvānā ame bolvānā, A B C D bolvānā,
A B C D boltā boltā,
Lav yu Īnḍīā bolvānā... 3 bhaṇvānā
Banvānā ame banvānā, doctor pīloṭ baṇvānā
Doctor pīloṭ banī ame to
Swāmīne rājī karvānā... 4 bhaṇvānā