કીર્તન મુક્તાવલી

નવયુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ

૨-૨૦૧: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

નવયુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ,

અક્ષરપુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ... ꠶ટેક

ધરતીના કણકણમાંથી આ એક જ મંત્ર ઉગે,

વૃક્ષોના પત્તા પત્તા પર એક અવાજ ગુંજે,

રોમે રોમે સ્વામિનારાયણ મંત્ર ભરી દઈએ... ૧

ચારિત્ર્યના દીપ બનીને અજવાળાં પાથરીએ,

ગુરુહરિ આદેશે આજે શું ન કરી શકીએ,

સો સો માથાં સ્વામીને કુરબાન કરી દઈએ... ૨

ક્ષરમાંથી અક્ષર બનવાનો અવસર અમૂલો આવ્યો,

ગુણાતીતના ગૌરવ સાથે સિંહ સંતાનો જાગો,

બ્રહ્માગ્નિમાં આનંદે ‘યા હોમ’ કરી દઈએ... ૩

સગા સ્નેહીની આશ તજીને ચાલો અક્ષર વાટે,

જીવવું કે મરવું છે આજે પ્રમુખસ્વામીને માટે,

ગુણાતીતના સ્વપ્નતણો આકાર બની જઈએ... ૪

Navyuvāno Shrījīno sandesh laī farīe

2-201: Sadhu Gnaneshwardas

Category: Pramukh Swami Maharajna Pad

Navyuvāno Shrījīno sandesh laī farīe,

 Akshar Purushottamanā gāne gagan bharī daīe...

Dhartīnā kaṇ kaṇmāthī ā ek ja mantra uge,

Vruksh nā pattā pattā par ek avāj gunje,

 Rome rome Swāminārāyaṇ mantra bharī daīe... 1

Chāritryanā dīp banīne ajvāḷā pātharīe,

Guruhari ādeshe āje shu na karī shakīe,

 So so māthā Swāmīne kurbān karī daīe... 2

Ksharmāthī Akshar banvāno avsar amūlo āvyo,

Guṇātītnā gaurav sāthe sinh santāno jāgo,

 Brahmāgnimā ānande ‘yā hom’ karī daīe... 3

Sagā snehīnī āsh tajīne chālo Akshar vāṭe,

Jīvvu ke marvu chhe āje Pramukh Swāmīne māṭe,

 Guṇātītnā swapnataṇo ākār banī jaīe... 4

loading