કીર્તન મુક્તાવલી

કોયલ બોલે કૂં કૂં કૂં

૨-૨૦૦૫: સાધુ પ્રિયદર્શનદાસ

Category: બાળ કીર્તનો

 કોયલ બોલે કૂં કૂં કૂં,

રોજ સવારે, માત પિતાને, વંદન કરતો રહેજે તું... ૧

 કાગડો બોલે કાં કાં કાં,

વહેલા ઊંઠી, નાહી ધોઈ, પૂજા પાઠ કરતો થા... ૨

 ચકલી બોલે ચીં ચીં ચીં,

ધ્યાન દઈને, સારું ભણજે, આળસ તો ભાઈ છીં છીં છીં... ૩

 મોરલો બોલે ટેહુંક ટેહું,

સારું કરવા, સારું થાવા, શિશુ મંડળમાં જાવું જાવું... ૪

 કરે કબુતર ઘું ઘું ઘું,

શ્રીજીને પ્યારો, સ્વામીને વહાલો, થાજે તું થાજે તું... ૫

Koyal bole kū kū kū

2-2005: Sadhu Priyadarshandas

Category: Bal Kirtan

Koyal bole kū kū kū,

 Roj savāre, māt pitāne, vandan karto raheje tu... 1

Kāgaḍo bole kā kā kā,

 Vahelā ūṭhī, nāhī dhoī, pūjā pāṭh karto thā... 2

Chakalī bole chī chī chī,

 Dhyān daīne, sāru bhaṇje, āḷas to bhāī chhī chhī chhī... 3

Moralo bole ṭehuk ṭehu,

 Sāru karvā, sāru thāvā, shishu manḍaḷmā jāvu jāvu... 4

Kare kabutar ghu ghu ghu,

 Shrījīne pyāro, Swāmīne vahālo, thāje tu thāje tu... 5

loading