કીર્તન મુક્તાવલી

અમરના સરદાર હરિ મારા નેણ તણા શણગાર

૨-૨: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

અમરના સરદાર હરિ મારા, નેણ તણા શણગાર;

નેણ તણા શણગાર ગુણવંત, માણકીના અસવાર... ꠶ટેક

માથે ધોળી પાઘ મનોહર, છોગું મુગટ અનુસાર;

ધોળા અંબર તન પર શોભે, રૂમાલ ધોળો સાર... ꠶ ૧

ભાલ વિશાલ તિલક કેસરનું, કુમકુમ ચંદ્ર ઉદાર;

કામ તણા મદને હરનારી, ભ્રૂકુટી ધનુષાકાર... ꠶ ૨

દીપ શીખા શુક ચંચુ લજાવે, નાસા નમણી સાર;

દંત છબી જોઈને લાજે, અધોમુખ ઝૂરે અનાર... ꠶ ૩

બીંબ નવાંકુર પરવાળાથી, સારા અધર અપાર;

કૃષ્ણાનંદ કહે મુખ પર વારું, ચંદ સરોજ હજાર... ꠶ ૪

Amarnā sardār Hari mārā neṇ taṇā shaṇgār

2-2: Sadguru Krushnanand Swami

Category: Shri Harina Pad

Amarnā sardār Hari mārā, neṇa taṇā shaṇgār;

 Neṇ taṇā shaṇgār guṇvant, Māṇkīnā asvār...

Māthe ḍhoḷī pāgh manohar, chhogu mugaṭ anusār;

 Dhoḷā ambar tan par shobhe, rūmāl dhoḷo sār... 1

Bhāl vishāl tilak kesarnu, kumkum chandra udār;

 Kām taṇā madne harnārī, bhrūkūṭī dhanushākār... 2

Dīp shīkhā shuk chanchu lajāve, nāsā namṇī sār;

 Dant chhabī joīne lāje, adhomukh jhure anār... 3

Bīmb navānkur parvāḷāthī, sārā adhar apār;

 Krishṇānand kahe mukh par vāru, chand saroj hajār... 4

loading