કીર્તન મુક્તાવલી

સ્વામી જીવન મંગલ થાજો

૨-૧૯૧: સાધુ વિવેકપ્રિયદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: ભૈરવી

 સ્વામી જીવન મંગલ થાજો

 નવતર નવતર ઉઘડે દિશાઓ

 સૂરજ થઈને સોહાજો (એવા) સ્વામી... ꠶ટેક

વહેતી ધારા જીવન અમારું, સમંદર થઈ લહેરાજો

તવ દર્શનની સ્નેહલ જ્યોતિ સદા હૃદયમાં રાજો

 દૈવી તત્ત્વ જગાજો (અમારાં) સ્વામી... ꠶ ૧

મારી મુરલિયા એ સૂર ઘૂંટે જે સૂર તમને ગમતા

એ સૂરથી હું વિનવું તમને રહો હૃદયમાં રમતા

 અંગ અંગ તવ ગીત ગાજો (અમારાં) સ્વામી... ꠶ ૨

સાધનની કેડી છે અજાણી જીવતર પલ પલ ખૂટે

એ કેડી પર હાથ ગ્રહ્યો તો જો જો કદીના છૂટે

 રોમે રોમે બિરોજો (અમારા) સ્વામી... ꠶ ૩

Swāmī jīvan mangal thājo

2-191: Sadhu Vivekpriyadas

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Bhairavi

Swāmī jīvan mangal thājo

Navtar navtar ūghaḍe dishāo

 Sūraj thaīne sohājo (evā) Swāmī...

Vahetī dhārā jīvan amārū, samandar thaī laherājo,

Tav darshannī snehal jyoti sadā hradaymā rājo,

 Daīvī tattva jagājo (amārā) Swāmī... 1

Mārī mūralīyā e sūr ghunṭe je sūr tamne gamtā,

E sūrthī hu vinvu tamne raho hradaymā ramtā,

 Ang ang tav gīt gājo (amārā) Swāmī... 2

Sādhannī keḍī chhe ajāṇī jīvtar paḷ paḷ khuṭe,

E kedī par hāth grahyo to jo jo kadinā chhuṭe,

 Rome rome birājo (amārā) Swāmī... 3

loading