કીર્તન મુક્તાવલી

સદ્‍ગુણ સાગર પ્રમુખસ્વામી વંદન કરીએ શિરનામી

૨-૧૮૫: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સદ્‍ગુણ સાગર પ્રમુખસ્વામી વંદન કરીએ શિરનામી

સાધુતાના રંગે વા’લમ જશ વધાર્યો દુનિયામાં... ꠶ટેક

દરિયાવ દિલને હેતાળ હૈયું નિર્મળ અંતર નિષ્કામી

કરુણાભીની આંખો વા’લમ જશ વધાર્યો દુનિયામાં... તમે꠶ ૧

યજ્ઞપુરુષજીએ ઓઢાડી ચાદર ભગવી ગુણિયલ રૂપાળી

સાગર પાર પહોંચાડી વા’લમ જશ વધાર્યો દુનિયામાં... તમે꠶ ૨

યોગી મહારાજે આશિષ દીધા અંતર વસિયા બહુનામી

હેતના મેઘ વરસાવ્યા વા’લમ જશ વધાર્યો દુનિયામાં... તમે꠶ ૩

શરણાગતને સુખિયા કીધા ભવભવની ભાંગી ખામી

ભક્તિ ભીના કીધા વા’લમ જશ વધાર્યો દુનિયામાં... તમે꠶ ૪

સંસાર વિષથી જીવને ઉગાર્યો અમૃત પાયું અવતારી

અક્ષર દેહ ધરીને આજે જશ વધાર્યો દુનિયામાં... તમે꠶ ૫

Sadguṇ sāgar Pramukh Swāmī vandan karīe shirnāmī

2-185: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Sadguṇ sāgar Pramukh Swāmī vandan karīe shirnāmī,

 Sādhutānā range vā’lam jash vadhāryo duniyāmā...

Dariyāv dilne hetāḷ haiyu nīrmaḷ antar nishkāmī,

 Karuṇābhīnī ānkho vā’lam jash vadhāryo duniyāmā..tame 1

Yagnapurushjīe oḍhāḍī chādar bhagvī guṇiyal rūpāḷī,

 Sāgar pār pahochāḍī vā’lam jash vadhāryo duniyāmā..tame 2

Yogī Mahārāje āshīsh dīdhā antar vasīyā bahunāmī,

 Hetnā megh varsāvyā vā’lam jash vadhāryo duniyāmā..tame3

Sharaṇāgatne sukhīyā kīdhā bhavbhavnī bhāngī khāmī,

 Bhakti bhīnā kīdhā vā’lam jash vadhāryo duniyāmā..tame 4

Sansār vīshthī jīvane ugāryo amrut pāyu avatārī,

 Akshar deh dharīne āje jash vadhāryo duniyāmā..tame 5

loading