કીર્તન મુક્તાવલી

આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત બાજે રે લોલ

૨-૧૭૦૦૫: અજાણ્ય

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત બાજે રે લોલ,

અક્ષરપુરુષોત્તમનું નામ, ગગનમાં ગાજે રે લોલ,

નોબત બાજે રે લોલ, ડંકા ગાજે રે લોલ...

શાસ્ત્રીજી મહારાજે વેઠ્યા, કષ્ટો અપરંપાર... નોબત

અમૃત પાયા આશ્રિતજનને, આપ્યા સુખ અપાર... ડંકા ૧

સર્વોપરી શ્રી સહજાનંદ ને, ગુણાતીતાનંદ ધામ... નોબત

સર્વોપરી ઉપાસનાનું, સર્વોપરી શુદ્ધ જ્ઞાન... ડંકા ૨

ગગનચુંબી રુડા મંદિરો બાંધી, ખોલ્યા અક્ષર દ્વાર... નોબત

ધામ ધામી પધરાવિયા જે, શાસ્ત્ર સકળનો સાર... ડંકા ૩

ધજાઓ ફરકે સ્વામિનારાયણની, દેશ વિદેશે આજ... નોબત

શ્રીજીના સંકલ્પો પૂરે છે, શાસ્ત્રીજી મહારાજ... ડંકા ૪

યોગીના સંકલ્પો પૂરે છે, પ્રમુખસ્વામી મહારાજ... ડંકા ૫

Āje Yagnapurushne dvār nobat bāje re lol

2-17005: unknown

Category: Shastriji Maharajna Pad

Āje Yagnapurushne dvār, nobat bāje re lol,

Akshar Purushottamnu nām, gaganmā gāje re lol,

Nobat bāje re lol, ḍankā gāje re lol...

Shāstrījī Mahārāje veṭhyā, kashṭo aparampār... nobat

Amrut pāyā, āshritjanne, āpyā sukh apār... ḍankā 1

Sarvoparī Shrī Sahajānand ne, Guṇātītānand dhām... nobat

Sarvoparī upāsanānu, sarvoparī shuddh gnān... ḍankā 2

Gaganchumbī ruḍā mandiro bāndhī, kholyā Akshar dvār... nobat

Dhām dhāmī padhrāviyā je, shāstra sakaḷno sār... ḍankā 3

Dhajāo farke Swāminārāyaṇnī, desh videshe āj... nobat

Shrījīnā sankalpo pūre chhe, Shāstrījī Mahārāj... ḍankā 4

Yogīnā sankalpo pūre chhe,

Pramukh Swāmī Mahārāj... ḍankā 5

loading