કીર્તન મુક્તાવલી

પ્રમુખસ્વામી રે તમારું નવખંડમાં નામ આજે

૨-૧૭૦: વલ્લભદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

પ્રમુખસ્વામી રે તમારું

 નવખંડમાં નામ આજે ઘરોઘર ગવાય છે

 જોટો જડે નહિ જગમાં સહુને સમજાય છે... ꠶ટેક

દુનિયા ડોલાવી તમે ધર્મને ધારી સ્વામી

 દર્શને દિલડું ભક્તિરંગમાં રંગાય છે... ꠶ ૧

વાતો તમારી ભેદી ચૈતનને નાખે છેદી

 શબ્દો સાંભળતા સ્વામી સ્થિર મન થાય છે... ꠶ ૨

જીવને જગાડ્યા તમે ગુણાતીત જ્ઞાને સ્વામી

 પ્રગટ પ્રભુજી વિના બીજે ના બંધાય છે... ꠶ ૩

દેશ વિદેશે ફરતા હૈયા ભક્તોના હરતા

 વલ્લભદાસ દેખી અંતર ઉભરાય છે... ꠶ ૪

Pramukh Swāmī re tamāru navkhanḍmā nām āje

2-170: Vallabhdas

Category: Pramukh Swami Maharajna Pad

Pramukh Swāmī re tamāru

 Navkhanḍmā nām āje gharoghar gavāy chhe

 Joṭo jaḍe nahi jagmā sahune samajāy chhe... °ṭek

Duniyā ḍolāvī tame dharmane dhārī Swāmī

 Darshane dilaḍu bhaktirangmā rangāy chhe... ° 1

Vāto tamārī bhedī chaitanne nākhe chhedī

 Shabdo sāmbhaḷtā Swāmī sthir man thāy chhe... ° 2

Jīvne jagāḍyā tame Guṇātīt gnāne Swāmī

 Pragaṭ Prabhujī vinā bīje nā bandhāy chhe... ° 3

desh videshe fartā haiyā bhaktonā hartā

 Vallabhdās dekhī antar ubharāy chhe... ° 4

loading