કીર્તન મુક્તાવલી
પ્રમુખસ્વામી આવો પધારો આજ
૨-૧૬૭: સાધુ અક્ષરજીવનદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
પ્રમુખસ્વામી આવો પધારો આજ
વારી જઈએ વારણે હો આવો પધારો આંગણે હો
અંતરના આ મંદિરિયે નિત
રહેજો દર્શન કારણે હો... વારી꠶ ટેક
ધર્મતણા ચંદનથી છલકે
ભક્તિની મંજરિયું મલકે
શ્રદ્ધાના દીપ પ્રજળે અંતર
ઊભા નિરંતર બારણે હો... વારી꠶ ૧
સત્સંગ મધુવન પુષ્પો લાવ્યા
મૈત્રી સંપના હાર બનાવ્યા
નયણો મોતી થાળ ભરીને
તલસી રહ્યા વધામણે હો... વારી꠶ ૨
જીવન તમારું પરને કાજે
હરિવર અંગો અંગ બિરાજે
દોષ અમારા લેશ ન જોશો
બિરુદ ગ્રહ્યું ભવતારણે હો... વારી꠶ ૩
નિત નિત નવલાં દર્શન દેજો
મહેર કરી મનમંદિર રહેજો
અક્ષરનું સુખ આપી અંતે
કરજો માયા પારને હો... વારી꠶ ૪
Pramukh Swāmī āvo padhāro āj
2-167: Sadhu Aksharjivandas
Category: Pramukh Swami Maharajna Pad
Pramukh Swāmī āvo padhāro āj,
Vārī jaīe vārṇe ho āvo padhāro āngaṇe ho;
Antarnā ā mandiriye nit,
Rahejo darshan kāraṇe ho...
Dharma taṇā chandanthī chhalke,
Bhaktinī manjariyu malke;
Shraddhānā dīp prajaḷe antar,
Ūbhā nirantar bārṇe ho... vārī 1
Satsang madhuvan pushpo lāvyā,
Maitrī sampnā hār banāvyā;
Nayaṇo motī thāḷ bharīne,
Talsī rahyā vadhāmṇe ho... vārī 2
Jīvan tamārū parne kāje,
Harivar ango ang birāje;
Dosh amārā lesh na josho,
Birud grayhu bhavtārṇe ho... vārī 3
Nit nit navlā darshan dejo,
Maher karī manmandir rahejo;
Aksharnu sukh āpī ante,
Karjo māyā pārṇe ho... vārī 4