કીર્તન મુક્તાવલી

નારાયણ વસે છે નારાયણ સ્વરૂપ સંતમાં

૨-૧૬૧: વનમાળીદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: ભૂપાલી

નારાયણ વસે છે નારાયણ સ્વરૂપ સંતમાં,

કરવા કલ્યાણ અનંત જીવોનું જગતમાં... ꠶ટેક

દુઃખિયા છે જીવ અનેક જન્મના પાપથી,

અંતર તપે છે જેના ત્રિવિધના તાપથી,

સુખિયા કરે છે સ્વામી સહેજે સત્સંગમાં... નારાયણ꠶ ૧

સંત સ્વરૂપે પ્રભુ પ્રગટ બિરાજે,

ભક્તોના કોડ પૂરા કરે છે આજે,

દિવ્ય દર્શન દેવા વિચરે સંસારમાં... નારાયણ꠶ ૨

ધર્મનું પોષણ થાયે એકાંતિક સંતથી,

મોક્ષનું દ્વાર મળે સંતના પ્રસંગથી,

‘વનમાળી દાસ’ રહેવું સંતના ચરણમાં... નારાયણ꠶ ૩

Nārāyaṇ vase chhe Nārāyaṇ Swarūp santmā

2-161: Vanmalidas

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Bhoopãli

Nārāyaṇ vase chhe Nārāyaṇ Swarūp santmā,

 Karvā kalyāṇ anant jīvonu jagatmā...

Dukhīyā chhe jīva anek janmanā pāpthī,

Antar tape chhe jenā trividhnā tāpthī,

 Sukhīyā kare chhe Swāmī saheje satsangmā... Nārāyaṇ 1

Sant swarūpe Prabhu pragaṭ birāje,

Bhaktonā koḍ pūrā kare chhe āje,

 Divya darshan devā vichare sansārmā... Nārāyaṇ 2

Dharmanu poshāṇ thāye ekāntik sant thī,

Mokshanu dvār maḷe santnā prasangthī,

 ‘Vanmāḷī dās’ rahevu santnā charaṇmā... Nārāyaṇ 3

loading