કીર્તન મુક્તાવલી

નજરુંમાં ઓળઘોળ કીધા ઓ સ્વામી

૨-૧૫૯: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

નજરુંમાં ઓળઘોળ કીધા ઓ સ્વામી

 તેં કરુણાના કોલ કેવા દીધા... ꠶ટેક

ખાલી રે ખાલી તેં નજર્યું પલકારી

 ને વરસ્યું ગગન ભરી વહાલ

સહેજમાં ને સહેજમાં બંધાણી પ્રીત

 કીધી તેં કેવી કમાલ

છુપાવું કેમ? હવે છૂપ્યું છૂપે નહિ

 પાયા રે નેહ જે અજીઠા... ૧

નો’તી ખબર આમ મારગડે ચાલંતા

 લાધી જવાનો સહારો

ભવભવમાં આખડતી નૌકાને એકદમ

 સાંપડે અસીમનો કિનારો

ઇચ્છું ન ઇચ્છું તોય ઓગળી ગયા

 ઓલ્યા પૂરવના રંગો મજીઠા... ૨

વણપૂછે વરસ્યા ને વણ કીધે પરસાવ્યા

 દીધા જે સુખ કેમ ઘોળવા?

આતમની છલકાતી મસ્તીમાં નવરાવ્યા

 કેમે એ ઋણ મારે ફેડવા

બોલું ન બોલું તોય તારા સનેહ

 ઓલી સાકરથી મીઠા રે મીઠા... ૩

Najarumā oḷghoḷ kīdhā o Swāmī

2-159: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Najarumā oḷghoḷ kīdhā o Swāmī,

 Te karuṇānā kol kevā dīdhā...

Khālī re khālī te najaryu palkārī,

 Ne varsyu gagan bharī vahāl;

Sahejmā na sahejmā bandhāṇī prīt,

 Kīḍhī te kevī kamāl;

Chhupāvu kem? Have chhupyu chhupe nahi,

 Pāyā re neh je ajīṭhā... 1

No’ti khabar ām māragḍe chālantā,

 Lādhī javāno sahāro;

Bhavbhavmā ākhaḍtī naukāne ekdam,

 Sāpḍe asīmno kināro;

Ichchhu na īchchhu toy ogḷī gayā,

 Olyā pūravnā rango majīṭhā... 2

Vaṇpuchhe varsyā ne vaṇ kīdhe parsāvyā,

 Dīdhā je sukh kem ghoḷvā?

Ātamnī chhalkātī mastīmā navrāvyā,

 Keme e ruṇ māre feḍvā;

Bolu na bolu toy tārā saneh,

 Olī sākarthī mīṭhā re mīṭhā... 3

loading