કીર્તન મુક્તાવલી

શરદ પૂનમની રાતડી અને રચિયો મનોહર રાસ

૨-૧૫૦૦૧: સાધુ પ્રિયદર્શનદાસ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

શરદ પૂનમની રાતડી, અને રચિયો મનોહર રાસ,

સ્વામી ખેલે શ્રીજી ખેલે, સાથે સંતો ભક્તો ખેલે.

આનંદે ઉમંગે ખેલે રે,

  ધિનક ધિનક ધિન... ધિન ધિન ધા,

રંગ રંગ ઉછરંગે ખેલે,

  ધિનક ધિનક ધિન... ધિન ધિન ધા,

હૈયું હરખે ભક્તિ હેલે, શરણાયુંના સૂરો રેલે.

ખેલે મનભર રાસ (૩)

સોનલે મઢી ને રૂપલે જડી, શરદપૂનમની રાતલડી,

ચાંદલિયાના તેજે મઢી, શરદપૂનમની રાતલડી,

ગુણાતીતાનંદ પ્રગટ્યા રે આજે, પૂરણ બ્રહ્મ આજ પૂનમની રાતે,

ધન્ય ધરા ને ધન્ય ઘડી, શરદપૂનમની રાતલડી.

 ધન્ય ધન્ય શદરપૂનમનો દન,

 પ્રગટ થયા છે સ્વામી સુખના સદન,

 ભલે ને પધાર્યા રે, સ્વામી આ લોકમાં રે લોલ.

  ... ધન્ય ધન્ય

સંત હરિજનનાં મનમાંય, ઉમંગ અંતરમાં ન સમાય,

આનંદ વધાઈ રે થઈ ત્રિલોકમાં રે લોલ... પ્રગટ થયા છે.

 ગુણાતીતાનંદ મૂળ અક્ષર રે,

 શ્રી સહજાનંદ પુરુષોત્તમ રે,

 જાણે એ જન જાય ભવજલ તરી,

 શરદપૂનમની રાતલડી

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે, સ્વામી સુખકારી,

ભેળા આવ્યા પોતે પરબ્રહ્મ રે, સ્વામી સુખકારી,

કર્યા અનેક જીવના કાજ રે, સ્વામી સુખકારી,

ભાંગી ભવની ભાવટ આજ રે, સ્વામી સુખકારી,

આનંદ છાયો આજ, પ્રગટ્યા ગુણાતીતાનંદ,

પૂરણ અક્ષરધામ પ્રગટ્યા ગુણાતીતાનંદ,

પૂરણ ચંદ્રમા ખીલ્યો આકાશમાં શદરપૂનમની રાતમાં,

શિશ નમાવો આજ, પ્રગટ્યા ગુણાતીતાનંદ,

ફુલડે વધાવો આજ, પ્રગટ્યા ગુણાતીતાનંદ,

અક્ષરબ્રહ્મ છે શ્રીજીનું ધામ છે, પ્રગટ રહે સતસંગમાં

 પ્રમુખસ્વામી આજ, પ્રગટ ગુણાતીતાનંદ,

 આવ્યા કલ્યાણ કાજ, પ્રગટ ગુણાતીતાનંદ,

 આનંદ છાયો આજ, પ્રગટ્યા ગુણાતીતાનંદ,

 પ્રમુખસ્વામી આજ, પ્રગટ ગુણાતીતાનંદ.

Sharad Pūnamnī rātḍī ane rachiyo manhar rās

2-15001: Sadhu Priyadarshandas

Category: Gunatitanand Swami

Sharad Pūnamnī rātḍī, ane rachiyo manhar rās,

Swāmī khele Shrījī khele, sāthe santo bhakto khele.

Ānande umange khele re,

  dhinak dhinak dhin.. dhin dhin dhā,

rang rang uchharnge khele,

  dhinak dhinak dhin.. dhin dhin dhā.

Haiyu harkhe bhakti hele, sharaṇāyunā sūro rele.

Khele manbhar rās (3).

Sonale maḍhī ne rūpale jaḍī, Sharadpūnamnī rātalḍī,

Chāndaliyānā teje maḍhī, Sharadpūnamnī rātalḍī...

Guṇātītānand pragaṭyā re āje, pūraṇā Brahma āj pūnamnī rāte,

  Dhanya dharā ne dhanya ghaḍī, Sharadpūnamnī rātalḍī.

  Dhanya dhanya Sharadpūnamno dan,

  pragaṭ thayā chhe Swāmī sukhnā sadan,

  Bhale ne padhāryā re, Swāmī ā lokmā re lol.

    ..dhanya dhanya

Sant Harijannā manmāy, umang antarmā na samāy,

Ānand vadhāī re thaī trilokmā re lol. Pragaṭ thayā chhe.

  Guṇātītānand Mūḷ Akshar re,

  Shrī Sahajānand Purushottam re,

  Jāṇe e jan jāy bhavjal tarī,

  Sharadpūnamnī rātalḍī.

Āj pragaṭya pūraṇ Brahma re, Swāmī sukhkārī,

Bheḷā āvyā pote Parabrahma re, Swāmī sukhkārī.

Karyā anek jīvnā kāj re, Swāmī sukhkārī,

Bhāngī bhavnī bhāvaṭ āj re, Swāmī sukhkārī.

Ānand chhāyo āj, pragaṭyā Guṇātītānand,

Pūraṇ Akshardhām, pragaṭyā Guṇātītānand,

Pūraṇ chandramā khīlyo ākāshmā Sharadpūnamnī rātmā.

Shīsh namāvo āj, pragaṭyā Guṇātītānand,

Fulaḍe vadhāvo āj, pragaṭyā Guṇātītānand,

Aksharbrahma chhe Shrījīnu dhām chhe, Pragaṭe rahe satasangmā.

  Pramukh Swāmī āj, pragaṭ Guṇātītānand,

  Āvyā kalyāṇ kāj, pragaṭ Guṇātītānand.

  Ānand chhāyo āj, pragaṭyā Guṇātītānand,

  Pramukh Swāmī āj, pragaṭ Guṇātītānand.

loading