કીર્તન મુક્તાવલી

એ તો પ્રગટ વિચરે સત્સંગમાં રે

૨-૧૪૫: સાધુ નારાયણમુનિદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

દોહા

વાણી સુણતાં યોગીજીની, બ્રહ્માનંદ રેલાય છે;

હોકારા ને પડકારામાં, તાપ ત્રિવિધના જાય છે. ૧

કેફ મસ્તીના ગાડે ગાડા, કેવા જુઓ ઉભરાય છે;

સંપ સુહૃદભાવ એકતાની, દૃઢતા નિત્યે થાય છે. ૨

વાણી અમૃત રેલાય ત્યારે, યોગીજી યાદ આવે છે;

યોગી સમરતાં પ્રમુખસ્વામીની, મૂર્તિ અંતરમાં ભાવે છે. ૩

 એ તો પ્રગટ વિચરે સત્સંગમાં રે,

 જોગીને જોયા નારાયણસ્વરૂપમાં રે... ꠶ટેક

શ્રીજીની મસ્તીમાં યોગીજી ડોલતા,

માન અપમાનમાં ધારે એ સમતા,

 એવી સાધુતા નારાયણસ્વરૂપમાં રે... જોગીને꠶ ૧

ભીડાને યોગી બાપા ભક્તિ જ કહેતા,

કષ્ટો વેઠીને બાપા સૌને રાજી કરતા,

 એ જ રીતિ છે નારાયણસ્વરૂપમાં રે... જોગીને꠶ ૨

હસ્તી મલકતી કરુણાની મૂરતિ,

જોતા જાગે હૈયે આનંદની ભરતી,

 લાગી લગની એ નારાયણસ્વરૂપમાં રે... જોગીને꠶ ૩

ડંકા દિગંતમાં જોગીને વગાડવા,

દેશ પરદેશને સતસંગથી રંગવા,

 યોગી વિચરે છે નારાયણસ્વરૂપમાં રે... જોગીને꠶ ૪

E to pragaṭ vichare satsangmā re

2-145: Sadhu Narayanmunidas

Category: Pramukh Swami Maharajna Pad

Dohā

Vāṇī suṇtā Yogījīnī, brahmānand relāy chhe;

Hokārā ne paḍkārāmā, tāptrividhnā jāy chhe.1

Kef mastīnā gāḍe gāḍā, kevā juo ubhrāy chhe;

Samp suhradbhāv ektānī, dradhtā nitye thāy chhe.2

Vāṇī amrut relāy tyāre, Yogījī yād āve chhe;

Yogī samartā Pramukh Swāmīni, mūrti antarmā bhāve chhe.3

E to pragaṭ vichare satsangmā re,

 Jogīne joyā Nārāyaṇswarūpmā re...

Shrījīnī mastīmā Yogījī ḍoltā,

Mān apmānmā dhāre e samtā,

 Evī sādhutā Nārāyaṇswarūpmā re... Jogīne 1

Bhīḍāne Yogī Bāpā bhakti ja kahetā,

Kashṭo veṭhīne Bāpā saune rājī kartā,

 E ja rīti chhe Nārāyaṇswarūpmā re... Jogīne 2

Hastī malkatī karuṇānī mūrti,

Jotā jāge haiye ānandnī bhartī,

 Lāgī lagnī e Nārāyaṇswarūpmā re... Jogīne 3

Ḍankā digantmā Jogīne vagāḍvā,

Desh pardeshne satsangthī rangvā,

 Yogī vichare chhe Nārāyaṇswarūpmā re... Jogīne 4

loading