કીર્તન મુક્તાવલી

લઈને ધર્મ જ્યોત અમે વિશ્વ ખૂંદનાર

૨-૧૪૦૦૮: અજાણ્ય

Category: પ્રકીર્ણ પદો

મશાલ ગીત

લઈને ધર્મ જ્યોત અમે વિશ્વ ખૂંદનાર,

પ્રગટ દિવ્ય ચેતનાને જાય અંધકાર,

કદી નહિ બૂઝે હમારી ધર્મની મશાલ... ૧

મૈત્રી સંપ એકતા અમારા શ્વાસમા ભર્યા,

બ્રહ્મચર્યના પથે અમે અખંડ સંચર્યા,

મંત્ર યોગીજી તણો (૨)

મંત્ર યોગીજી તણો અમે વહાવનાર... મશાલ ૨

જુદી જુદી નાત જાત નામ જુજવાં હશે,

પ્રાણ સૌમાં એક ગુરુ પ્રમુખસ્વામીનો વસે,

તિલક-ચાંદલો (૨)

તિલક-ચાંદલો અમારે એક રાખનાર... મશાલ ૩

Laīne dharma jyot ame vishva khūndanār

2-14008: unknown

Category: Prakirna Pad

Mashāl Geet

Laīne dharma jyot ame vishva khūndanār,

Pragaṭ divya chetanāne jāy andhakār,

Kadī nahi būze hamārī dharmanī mashāl... 1

Maitrī samp ekatā amārā shvāsmā bharyā,

Brahmacharyanā pathe ame akhanḍ sancharyā,

Mantra Yogījī taṇo (2)

Mantra Yogījī taṇo ame vahāvanār... mashāl 2

Judī judī nāt jāt nām jujavā hashe,

Prāṇ saumā ek guru Pramukh Swāmīno vase,

Tilak-chāndalo (2)

Tilak-chāndalo amāre ek rākhanār... mashāl 3

loading