કીર્તન મુક્તાવલી

કંટાળો ને આળસ છોડી શરમ ને હું પદ ભૂલી

૨-૧૪૦૦૭: અજાણ્ય

Category: પ્રકીર્ણ પદો

સેવા ગીત

કંટાળો ને આળસ છોડી, શરમ ને હું પદ ભૂલી,

મનનું મૂકી કરીએ સેવા, તન તોડીને કરીએ સેવા,

સેવા... સેવા... હો કરીએ સેવા... ૧

સ્વયમ શ્રીકૃષ્ણ ભક્તોની એંઠ ઊપાડે,

પ્રભુ નીલકંઠ છાણ વીણી છાણા થાપે,

મૂળ અક્ષર પણ રોગીઓના ચરણો ચાંપે,

વળી પ્રાગજી ભગતનું (પવિત્ર) જીવન...

જીવન સેવા સેવા સેવા સેવા...

હો કરીએ સેવા... ૨

યજ્ઞપુરુષ યોગી બાપા ઝોળી લઈ ઘૂમે,

સંત ભક્તોની સેવામાં દેહને દમે,

(ગુરુ) પ્રમુખસ્વામી આજે કેવો ભીડો ખમે,

શરણે આવ્યા અક્ષરની,

અમે પદવી લેવા લેવા સેવા સેવા...

હો કરીએ સેવા... ૩

Kanṭāḷo ne āḷas chhoḍī sharam ne hu pad bhūlī

2-14007: unknown

Category: Prakirna Pad

Sevā Geet

Kanṭāḷo ne āḷas chhoḍī, sharam ne hu pad bhūlī,

Mannu mūkī karīe sevā, tan toḍīne karīe sevā,

sevā... sevā... ho karīe sevā... 1

Swayam Shrī Kṛuṣhṇa bhaktonī enṭha ūpāḍe,

Prabhu Nīlakanṭh chhāṇ vīṇī chhāṇā thāpe,

Mūḷ Akṣhar paṇ rogīonā charaṇo chāmpe,

Vaḷī Prāgajī Bhagatnu (pavitra) jīvan...

Jīvan sevā sevā sevā sevā...

ho karīe sevā... 2

Yagnapuruṣh Yogī Bāpā zoḷī laī ghūme,

Sant bhaktonī sevāmā dehne dame,

(Guru) Pramukh Swāmī āje kevo bhīḍo khame,

Sharaṇe āvyā Akṣharnī,

Ame padavī levā levā sevā sevā...

ho karīe sevā... 3

loading