કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે

૨-૧૪૦૦૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે,

 શ્રવણે સુણતા કંપે દિનકર દૂત જો,

ભવનાં બંધન સદ્ય કાપી સુખિયા કરે,

 શું કહી દાખું મહિમા અતિ અદ્‍ભુત જો... ૧

અનેક પતિત ઓધાર્યા પૂર્વે આ મંત્ર થકી,

 અજામિલ ગનિકા આદિક અપાર જો,

તે મંત્ર મહારાજે આજે પ્રગટ કર્યો,

 કળિમાં કરવા અનેક પતિત ભવપાર જો... ૨

સકામી જન સુમરી પામે ત્રિવર્ગને,

 નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો,

નામતણા નામી સ્વામી પ્રગટ મળ્યા,

 તે જનના શું કરું મુખે વખાણ જો... ૩

ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને,

 તે સહું પામ્યા મનવાંછિત સુખ સાજ જો,

પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને,

 ભૂલશો મા અવસર આવ્યો છે આજ જો... ૪

Swāminārāyaṇ āj pragaṭ mahāmantra chhe

2-14004: Sadguru Premanand Swami

Category: Prakirna Pad

Swāminārāyaṇ āj pragaṭ mahāmantra chhe,

 Shravaṇe suṇatā kampe dinakar dūt jo,

Bhavnā bandhan sadya kāpī sukhiyā kare,

 Shu kahī dākhu mahimā ati adbhut jo... 1

Anek patit odhāryā pūrve ā mantra thakī,

 Ajāmil Ganikā ādik apār jo,

Te mantra Mahārāje āje pragaṭ karyo,

 Kaḷimā karavā anek patit bhavpār jo... 2

Sakāmī jan sumarī pāme trivargane,

 Niṣhkāmī jan pāme pad nirvāṇ jo,

Māmtaṇā nāmī Swāmī pragaṭ maḷyā,

 Te jannā shu karu mukhe vakhāṇ jo... 3

Bhav Brahmā muni mukta jape ā mantrane,

 Te sahu pāmyā manvānchhit sukh sāj jo,

Premānand kahe kar joḍī sahu janne,

 Bhūlasho mā avasar āvyo chhe āj jo... 4

loading