કીર્તન મુક્તાવલી

હૈયાનાં હેત ના ભૂલાય યોગી તારા

૨-૧૩૪: ઈન્દ્રજીત ચૌહાણ

Category: યોગીજી મહારાજનાં પદો

હૈયાનાં હેત ના ભૂલાય યોગી તારા હૈયાનાં હેત ના ભૂલાય

મારા અંતરની આંખો ઉભરાય

 યોગી તારા હૈયાનાં હેત ના ભૂલાય... ꠶ટેક

મીઠું મલકીને યોગી મરમાળું બોલતા

વાતું કરતા ને બાપા આનંદે ડોલતા

 એના લહેકાથી દિલડા રંગાય... યોગી꠶ ૧

નિર્દોષ હાસ્ય કરી મનને લોભાવતા

પ્રેમ ભર્યા થાપે યોગી આતમ ડોલાવતા

 યોગી ભક્તોને જોઈ હરખાય... યોગી꠶ ૨

તાળી પાડીને યોગી કીર્તનને ગાવતા

શ્રીજીનો મહિમા કહી પ્રેમથી ભીંજાવતા

 એની આંખોથી અમરત ઢોળાય... યોગી꠶ ૩

દુઃખિયાના દુઃખડા ટાળી દિલડાને ઠારતા

બ્રહ્મભીના સૌને કરી જગને ભુલાવતા

 યોગી ભક્તો પર ઢળી ઢળી જાય... યોગી꠶ ૪

ભવભવનો ભેરુ મારો જોગીડો લાગતો

વાણીનો ડંકો એનો ચારેકોર વાગતો

 આજ પ્રમુખસ્વામીમાં સંભળાય... યોગી꠶ ૫

Haiyānā het nā bhulāy Yogī tārā

2-134: Indrajit Chauhan

Category: Yogiji Maharajna Pad

Haiyānā het nā bhulāy,

 Yogī tārā haiyānā het nā bhulāy.

Mārā antarnī ānkho ubhrāy,

 Yogī tārā haiyānā het nā bhulāy...

Mīṭhu malkīne Yogī marmāḷu boltā,

Vātu kartā ne Bāpā ānande ḍoltā,

 Enā lahekāthī dilḍā rangāy... Yogī 1

Nirdosh hāsya karī manne lobhāvtā,

Prem bharyā thāpe Yogī ātam ḍolāvtā,

 Yogī bhaktone joī harkhāy... Yogī 2

Tāḷī pāḍīne Yogī Kīrtan ne gāvtā,

Shrījīno mahimā kahī premthī bhīnjāvtā,

 Enī ānkhothī amrat ḍhoḷāy... Yogī 3

Dukhīyānā dukhḍā tāḷī dilḍāne ṭhārtā,

Brahmbhīnā saune karī jagne bhulāvtā,

 Yogī bhakto par ḍhaḷī ḍhaḷī jāy... Yogī 4

Bhav bhavno bheru māro Jogīḍo lāgto,

Vāṇīno ḍanko eno chārekor vāgto,

 Āj Pramukh Swāmīmā sambhḷāy... Yogī 5

loading