કીર્તન મુક્તાવલી
ઓ ગોંડલના યોગી સ્વામી
૨-૧૧૩: અજાણ્ય
Category: યોગીજી મહારાજનાં પદો
ઓ ગોંડલના યોગી સ્વામી,
તારી યાદ જીવનમાં રમતી રહે,
તારી વાત અમારું જીવન બને... ꠶ટેક
હું માયામાં મોહાતો હતો,
પણ તેં આવી મને ખેંચી લીધો,
મારા પ્રારબ્ધ સર્વે ધોનારા... ઓ꠶ ૧
બાળપણથી છૂપી રક્ષા કીધી,
પણ હમણાં તેં દેખાડી દીધી,
મને સત્યજીવનના દેનારા... ઓ꠶ ૨
નિર્લોભી તમે નિષ્કામી તમે,
નિઃસ્નેહી તમે છો નિર્માની,
નિઃસ્વાદી તમે જીવન મારા... ઓ꠶ ૩
તું દૂર બેઠો છતાં દૂર નથી,
મારા સંકલ્પો જાણે ત્યાંથી,
તને હસ્તામલકવત્ દુનિયા સારી... ઓ꠶ ૪
તું ચૈતનનો વેપાર કરે,
પળે પળે બદલાતો રહે,
તારી ક્રિયા મુક્તિ દેનારી... ઓ꠶ ૫
O Gonḍalnā Yogī Swāmī Tārī yād
2-113: unknown
Category: Yogiji Maharajna Pad
O Gonḍalnā Yogī Swāmī,
Tārī yād jīvanmā ramtī rahe;
Tārī vāt māru jīvan bane...
Hu māyāmā mohāto hato,
Paṇ te āvī mane khechī līdho;
Mārā prārabdh sarve dhonārā... O 1
Bāḷpaṇthī chhupī rakshā kīdhī,
Paṇ hamṇā te dekhāḍī dīdhī;
Mane satyajīvan nā denārā... O 2
Nirlobhī tame, nishkāmī tame,
Nisnehī tame chho nirmānī;
Nisvādī tame jīvan mārā... O 3
Tu dūr betho chhatā dūr nathī,
Mārā sankalpo jaṇe tyāthī;
Tane hastakamalvat duniyā sārī... O 4
Tu chaitanno vepār kare,
Paḷe paḷe badlāto rahe;
Tārī kriyā mukti denārī... O 5