કીર્તન મુક્તાવલી

મૂર્તિ મનોહર પ્યારી લાગે છે મુને મૂર્તિ મનોહર પ્યારી

૨-૧૧૦૧૪: સદ્‍ગુરુ ભૂમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

મૂર્તિ મનોહર પ્યારી, લાગે છે મુને મૂર્તિ મનોહર પ્યારી. ટેક

જરકસી જામો પાઘ પેચાળી, સોનેરી શિરધારી,

વંકી કલંગીમાં હીરા ઝળકે, તોરો છોગું સુખકારી. લાગે છે મુને ૧

સૂંથણી ચંગી લાલ નવરંગી, કટી-બંધ નવલવિહારી,

વંકો કટારો અતિ સુંદર સારો, ઉર પર હાર હજારી. લાગે છે મુને ૨

ગજરા બાજુ કાને કુંડલ કાજુ, ગુચ્છ ગુલાબના ભારી,

મનગમતા હરિ હસતા રમતા, તાન ત્રોડત ત્રિપુરારી. લાગે છે મુને ૩

સુખના સાગર નટવર નાગર, જીવનદોરી મારી,

ભૂમાનંદના વાલાને રાખું, મારા અંતરમાં ઉતારી. લાગે છે મુને ૪

Mūrti Manohar Pyārī Lāge Chhe Mune

2-11014: Sadguru Bhoomanand Swami

Category: Murtina Pad

Mūrti manohar pyārī, lāge chhe mune mūrti manohar pyārī. ṭek

Jarakasī jāmo pāgh pechāḷī, sonerī shir-dhārī,

Vankī kalangīmā hīrā zaḷake, toro chhogu sukhkārī. lāge chhe mune 1

Sūnthaṇī changī lāl navrangī, kaṭī-bandh naval-vihārī,

Vanko kaṭāro ati sundar sāro, ur par hār hajārī. lāge chhe mune 2

Gajarā bāju kāne kunḍal kāju, guchchha gulābnā bhārī,

Mangamatā Hari hasatā ramatā, tān troḍat tripurārī. lāge chhe mune 3

Sukhnā sāgar Naṭvar nāgar, jīvandorī mārī,

Bhūmānandnā vālāne rākhu, mārā antarmā utārī. lāge chhe mune 4

loading