કીર્તન મુક્તાવલી
હાં રે ધર્મ લાલો રે ધર્મ લાલો
૨-૧૧૦૦૬: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
હાં રે ધર્મ લાલો રે ધર્મ લાલો,
હાં રે છે જો પ્રાણ થકી મને પ્યારો રે... ધર્મ
હાં રે એના ચરણ કમળની રેખું,
હાં રે જોઈ જન્મ સુફળ મારો લેખું રે... ધર્મ
હાં રે નખમંડળ અધિક તેજાળું,
હાં રે અંતરમાં કરે છે અજવાળુ રે... ધર્મ
હાં રે પગ ઘૂંટી અજબગોળ પ્યારી,
હાં રે એનું ધ્યાન ધરે છે ત્રિપુરારી રે... ધર્મ
હાં રે શ્રીહરિની નવલ પીંડી ગોરી,
હાં રે બ્રહ્માનંદની છે જીવન દોરી રે... ધર્મ
Hā re Dharma Lālo re Dharma Lālo
2-11006: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Hā re Dharma Lālo re Dharma Lālo,
Hā re chhe jo prāṇ thakī mane pyāro re... Dharma
Hā re enā charaṇ kamaḷnī rekhu,
Hā re joī janma sufaḷ māro lekhu re... Dharma
Hā re nakh-manḍaḷ adhik tejāḷu,
Hā re antarmā kare chhe ajavāḷu re... Dharma
Hā re pag ghūṭī ajab-goḷ pyārī,
Hā re enu dhyān dhare chhe Tripurārī re... Dharma
Hā re Shrī Harinī naval pīnḍī gorī,
Hā re Brahmānandnī chhe jīvan dorī re... Dharma