કીર્તન મુક્તાવલી
મારે સ્વામિનારાયણ ભજવા રે
૨-૧૧૦૦૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
મારે સ્વામિનારાયણ ભજવા રે,
દુરિજનિયાના સંગને તજવા રે,
મેં તો મેલ્યો સંસારિયો માડી,
જોવા સ્વામિનારાયણ દાડી... ૧
મુને સ્વામિનારાયણ ભાવે,
લોક સ્વામીની કહીને બોલાવે... ૨
વાટે ઘાટે ને જાતા (ને) વળતાં,
સ્વામિનારાયણ શ્રવણે સાંભળતા... ૩
મુખે સ્વામિનારાયણ ગાઉં,
લોકલાજ થકી ન લજાવું... ૪
પ્રેમસખી કહે સ્વામીને સારું,
કુરબાન કર્યું શિર મારું... ૫
Māre Swāminārāyaṇ bhajvā re
2-11002: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Māre Swāminārāyaṇ bhajvā re,
Durijaniyānā sangne tajvā re...
Me to melyo sansāriyo māḍī,
Jovā Swāminārāyaṇ dāḍī. 1
Mune Swāminārāyaṇ bhāve,
Loka Swāmīnī kahīne bolāve. 2
Vāṭe ghaṭe ne jātā (ne) vaḷtā,
Swāminārāyaṇ shravaṇe sāmbhaḷtā. 3
Mukhe Swāminārāyaṇ gāvu,
Loklāj, thakī na lajāvu. 4
Premsakhī kahe Swāmine sāru,
Kurbān karyu shīr māru. 5