કીર્તન મુક્તાવલી

જય હો જય હો અક્ષરપુરુષોત્તમ

૨-૧૦૩૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: નૃત્ય ગીતો

જય હો જય હો અક્ષરપુરુષોત્તમ,

જય હો જય હો અક્ષરપુરુષોત્તમ,

જય જય અક્ષરપુરુષોત્તમ, જય જય અક્ષરપુરુષોત્તમ,

જય જય અક્ષરપુરુષોત્તમ...

 

હૈયા હરખે મનડા મલકે, ઉમંગ છલકે છે આજે,

અક્ષરપુરુષોત્તમનો મહિમા જુઓ દિગંતે ગાજે,

શત શત વર્ષે આજે,

વિજયધ્વજ ફરકે છે, વિજયધ્વજ ફરકે છે,

વિજયધ્વજ ફરકે છે ફરકે છે, સૌના હૈયા હરખે છે...

વિજયધ્વજ ફરકે છે, વિજયધ્વજ ફરકે છે... જય જય અક્ષર...

 

પ્રણમામિ યજ્ઞપુરુષં, પ્રણમામિ યજ્ઞપુરુષં...

 

કોટિ કોટિ વંદન કરીએ હે શાસ્ત્રી મહારાજ,

યુગલ મૂર્તિઓ પધરાવીને, પૂરણ કર્યા શ્રીજીના કાજ,

કોટિ કોટિ વંદન કરીએ હે શાસ્ત્રી મહારાજ,

હો આપ પ્રગટ થઈ સ્વામિનારાયણ શુદ્ધ ઉપાસના ચીંધી,

કંઈક જીવોની ભવની ભટકણ તમે મિટાવી દીધી...

 

કષ્ટો વેઠી માર સહીને ઉપાસનાનો રાહ દઈને,

મંદિર બાંધ્યા ગગન ચૂમતા ડંકા દિગંતે ગાજે,

શત શત વરસે આજે... વિજયધ્વજ ફરકે છે...

 

પુરુષોત્તમની ભક્તિ કરવી અક્ષરરૂપે સદાયે,

નિયમ ધર્મ ને આજ્ઞા પાલન પ્રીતિ એકાંતક માંહે,

પક્ષ અને સદ્‌ભાવ દૃઢાવ્યા, મહિમા ભક્ત સમાજે,

શત શત વર્ષે આજે... વિજયધ્વજ ફરકે છે...

 

શ્રીજી પ્રગટ છે રે, આજ ગુણાતીત સંતમાં,

શાસ્ત્રીજી યોગીજી રે, નારાયણસ્વરૂપમાં,

શ્રીજી પ્રગટ છે રે, આજ ગુણાતીત સંતમાં,

બંધન કાપે છે રે, બંધન કાપે છે રે,

એ તો જનમો જનમનાં,

સુખડાં આપે છે રે, આજ અક્ષરધામનાં...

 

આજે સ્વામિનારાયણ નામ જગમાં દશે દિશામાં ગાજે ગાજે,

હો ગાજે ગાજે રે...

યજ્ઞપુરુષને દ્વાર નોબત મંગલકારી બાજે બાજે,

હો બાજે બાજે રે...

 

ઉમંગ છાયો આંગણે વરસે ઘન આનંદ,

પ્રગટ બિરાજે શ્રીહરિ, થઈએ પ્રતિજ્ઞાવંત...

 

અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે,

અમે સૌ શ્રીજીતણા યુવક લડીશું શ્રીજીને માટે,

નથી ડરતા નથી કરતા અમારા જાનની પરવા,

અમારે ડર નથી કોઈનો અમે જન્મ્યા છીએ મરવા,

અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે...

અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાનો અમે દઈશું,

અમારા અક્ષરપુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું...

અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે...

મરીશું સ્વામીને માટે, લડીશું શ્રીજીને માટે...

મરીશું સ્વામીને માટે, લડીશું શ્રીજીને માટે...

મરીશું સ્વામીને માટે, લડીશું શ્રીજીને માટે...

મરીશું સ્વામીને માટે, મરીશું સ્વામીને માટે...

Jay ho jay ho Akṣharpuruṣhottam

2-1032: Sadhu Aksharjivandas

Category: Nrutya Gito

Jay ho jay ho Akṣharpuruṣhottam,

Jay ho jay ho Akṣharpuruṣhottam,

Jay jay Akṣharpuruṣhottam, jay jay Akṣharpuruṣhottam,

Jay jay Akṣharpuruṣhottam...

 

Haiyā harakhe manaḍā malake, umang chhalake chhe āje,

Akṣharpuruṣhottamno mahimā juo digante gāje,

Shat shat varṣhe āje,

Vijaydhvaj farake chhe, vijaydhvaj farake chhe,

Vijaydhvaj farake chhe farake chhe, saunā haiyā harakhe chhe...

Vijaydhvaj farake chhe, vijaydhvaj farake chhe... jay jay Akṣhar...

 

Praṇamāmi Yagnapuruṣham, praṇamāmi Yagnapuruṣham...

 

Koṭi koṭi vandan karīe he Shāstrī Mahārāj,

Yugal mūrtio padharāvīne, pūraṇ karyā Shrījīnā kāj,

Koṭi koṭi vandan karīe he Shāstrī Mahārāj,

Ho āp pragaṭ thaī Swāminārāyaṇ shuddha upāsanā chīndhī,

Kaīk jīvonī bhavanī bhaṭakaṇ tame miṭāvī dīdhī...

 

Kaṣhṭo veṭhī mār sahīne upāsanāno rāh daīne,

Mandir bāndhyā gagan chūmatā ḍankā digante gāje,

Shat shat varase āje... Vijaydhvaj farake chhe...

 

Puruṣhottamnī bhakti karavī Akṣharrūpe sadāye,

Niyam dharma ne āgnā pālan prīti ekāntak māhe,

Pakṣha ane sad‌bhāv draḍhāvyā, mahimā bhakta samāje,

Shat shat varṣhe āje... Vijaydhvaj farake chhe...

 

Shrījī pragaṭ chhe re, āj guṇātīt santmā,

Shāstrījī Yogījī re, Nārāyaṇswarūpmā,

Shrījī pragaṭ chhe re, āj guṇātīt santmā,

Bandhan kāpe chhe re, bandhan kāpe chhe re,

E to janamo janamnā,

Sukhaḍā āpe chhe re, āj Akṣhardhāmnā...

 

Āje Swāminārāyaṇ nām jagmā dashe dishāmā gāje gāje,

Ho gāje gāje re...

Yagnapuruṣhne dvār nobat mangalkārī bāje bāje,

Ho bāje bāje re...

 

Umang chhāyo āngaṇe varase ghan ānand,

Pragaṭ birāje Shrī Hari, thaīe pratignāvant...

 

Ame sau Swāmīnā bāḷak marīshu Swāmīne māṭe,

Ame sau Shrījītaṇā yuvak laḍīshu Shrījīne māṭe,

Nathī ḍaratā nathī karatā amārā jānnī paravā,

Amāre ḍar nathī koīno ame janmyā chhīe maravā,

Ame sau Swāmīnā bāḷak marīshu Swāmīne māṭe...

Ame ā yagna ārambhyo balidāno ame daīshu,

Amārā Akṣharpuruṣhottam guṇātīt gnānne gāīshu...

Ame sau Swāmīnā bāḷak marīshu Swāmīne māṭe...

Marīshu Swāmīne māṭe, laḍīshu Shrījīne māṭe...

Marīshu Swāmīne māṭe, laḍīshu Shrījīne māṭe...

Marīshu Swāmīne māṭe, laḍīshu Shrījīne māṭe...

Marīshu Swāmīne māṭe, marīshu Swāmīne māṭe...

loading