કીર્તન મુક્તાવલી

શતાબ્દી આવી બી.એ.પી.એસ.

૨-૧૦૩૦: સાધુ અક્ષરજીવનદાસ

Category: નૃત્ય ગીતો

સ્વામિનારાયણ મહામંત્રના ડંકા વાગે દેશ વિદેશ,

ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ,

શતાબ્દી આવી બી.એ.પી.એસ...

 

શાસ્ત્રીજી મહારાજે કીધા મંદિરો નિર્માણ,

અક્ષર થઈ પુરુષોત્તમ ભજવા, એ નિશ્ચય કલ્યાણ,

ગુંજી રહ્યો છે કણ કણમાં, આ શ્રીજીનો ઉપદેશ,

ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ,

શતાબ્દી આવી બી.એ.પી.એસ...

 

હો.. યોગીજીએ મંડળ સ્થાપ્યા બાળ યુવા સત્સંગ,

પ્રમુખસ્વામીએ ઘર ઘર વિચરી સૌમાં ભર્યો ઉમંગ,

અક્ષરધામ શા મંદિર સંતો, નૂતન કર્યા વિશેષ,

ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ,

શતાબ્દી આવી બી.એ.પી.એસ...

 

સંસ્થા શતાબ્દી ઊજવીએ આજે શ્રીજી સન્મુખ રાજે,

નાચો ગાવો રંગ ઉછાળો, પ્રમુખસ્વામી પ્રગટ બિરાજે,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુંજે છે ચારે દિશામાં,

અક્ષરપુરુષોત્તમ શાસ્ત્રીજી યોગીજી વંદન પ્રમુખસ્વામી મહારાજ,

અમૃત વરસે ધરા ગગનમાં અક્ષરમુક્તો વરસાવે,

નાચો ગાવો રંગ ઉછાળો, પ્રમુખસ્વામી પ્રગટ બિરાજે,

જય જય જયકાર થાય ગુંજે નવખંડમાંય કણ કણ ગુણલા ગવાય આજે આજે,

સિંધુ ને સરિત નીર સાથે સાગર તીર ઊંચા ઊંચા મંદિર છાજે છાજે,

ધરતીના દેશ દેશ ફરકે ધજા હંમેશ મહિમા બી.એ.પી.એસ. રાજે રાજે,

લખ લખ કોટિ પ્રણામ શ્રીજી અક્ષરધામ પ્રમુખસ્વામી નામ આજ ગાજે ગાજે,

સ્વામિનારાયણ નામ આજ ગાજે ગાજે,

 

આવો આપણ યોગ યજ્ઞથી શતાબ્દી ઊજવીએ,

સંસ્થા કાજે કર્યું સમર્પણ તેન વંદન કરીએ,

પ્રગટ પ્રભુ છે પ્રગટ મોક્ષ છે, શંકા નહિ લવલેશ,

ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ,

શતાબ્દી આવી બી.એ.પી.એસ...

 

શ્રીજી વિચરે છે આજ જીવના કલ્યાણ કાજ,

લાખો લાખો કરીએ વંદન પ્રમુખસ્વામી,

અમને માયાથી તાર્યા ભાંગી ભવની ખામી,

ઉપાસનાના પ્રચાર કાજે ચલો સમર્પીત થઈએ,

ચલો ચલો સમર્પીત થઈએ...

સદાચારથી અનંત જીવને હરિપથ ગામી કરીએ,

અક્ષરરૂપ થવાનું ટાણું, ગુરુહરિનો આદેશ,

ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ,

શતાબ્દી આવી બી.એ.પી.એસ...

 

સ્વામિનારાયણ મહામંત્રના ડંકા વાગે દેશ વિદેશ,

ઉપાસનાની ધજા ફરકતી નવખંડમાં હંમેશ,

શતાબ્દી આવી બી.એ.પી.એસ...

Shatābdī āvī BAPS

2-1030: Sadhu Aksharjivandas

Category: Nrutya Gito

Swāminārāyaṇ mahāmantranā ḍankā vāge desh videsh,

Upāsanānī dhajā faraktī nav-khanḍmā hammesh,

Shatābdī āvī BAPS...

 

Shāstrījī Mahārāje kīdhā mandiro nirmāṇ,

Akṣhar thaī Puruṣhottam bhajavā, e nishchay kalyāṇ,

Gunjī rahyo chhe kaṇ kaṇmā, ā Shrījīno updesh,

Upāsanānī dhajā farakatī nav-khanḍmā hammesh,

Shatābdī āvī BAPS...

 

Ho.. Yogījīe manḍaḷ sthāpyā bāḷ yuvā satsang,

Pramukh Swvāmīe ghar ghar vicharī saumā bharyo umang,

Akṣhardhām shā mandir santo, nūtan karyā visheṣh,

Upāsanānī dhajā farakatī nav-khanḍmā hammesh,

Shatābdī āvī BAPS...

 

Sansthā shatābdī ūjavīe āje Shrījī sanmukh rāje,

Nācho gāvo rang uchhāḷo, Pramukh Swāmī pragaṭ birāje,

Swāminārāyaṇ Swāminārāyaṇ gunje chhe chāre dishāmā,

Akṣhar-Puruṣhottam Shāstrījī Yogījī vandan Pramukh Swāmī Mahārāj,

Amṛut varase dharā gaganmā akṣharmukto varasāve,

Nācho gāvo rang uchhāḷo, Pramukh Swāmī pragaṭ birāje,

Jay jay jaykār thāy gunje nav-khanḍmāy kaṇ kaṇ guṇalā gavāy āje āje,

Sindhu ne sarit nīr sāthe sāgar tīr ūnchā ūnchā mandir chhāje chhāje,

Dharatīnā desh desh farake dhajā hammesh mahimā BAPS rāje rāje,

Lakh lakh koṭi praṇām Shrījī Akṣharadhām Pramukh Swāmī nām āj gāje gāje,

Swāminārāyaṇ nām āj gāje gāje,

 

Āvo āpaṇ yog yagnathī shatābdī ūjavīe,

Sansthā kāje karyu samarpaṇ ten vandan karīe,

Pragaṭ Prabhu chhe pragaṭ mokṣha chhe, shankā nahi lav-lesh,

Upāsanānī dhajā farakatī nav-khanḍmā hammesh,

Shatābdī āvī BAPS...

 

Shrījī vichare chhe āj jīvnā kalyāṇ kāj,

Lākho lākho karīe vandan Pramukh Swvāmī,

Amane māyāthī tāryā bhāngī bhavanī khāmī,

Upāsanānā prachār kāje chalo samarpīt thaīe,

Chalo chalo samarpīt thaīe...

Sadāchārathī anant jīvne Haripath gāmī karīe,

Akṣharrūp thavānu ṭāṇu, guruharino ādesh,

Upāsanānī dhajā farakatī nav-khanḍmā hammesh,

Shatābdī āvī BAPS...

 

Swāminārāyaṇ mahāmantranā ḍankā vāge desh videsh,

Upāsanānī dhajā farakatī nav-khanḍmā hammesh,

Shatābdī āvī BAPS...

loading