કીર્તન મુક્તાવલી

હો સ્વામી ગુરુહરિ છો તમે મારા પ્રાણના આધાર

૨-૧૦૦૨: અજાણ્ય

Category: નૃત્ય ગીતો

રાગ: કલાવતી

 જય... જય જય બોલો,

પ્રમુખસ્વામીનો જય બોલો જય બોલો.

હો સ્વામી ગુરુહરિ છો તમે, મારા પ્રાણના આધાર,

વહાલા પ્રમુખસ્વામી છો તમે, કરીએ વંદન વારંવાર... ꠶ટેક

દર્શન કાજે આતુર રહેતા, નિતનિત નૈનોં અમારાં,

કૃપાદૃષ્ટિ હો અમ પર આપની, શુભ આષિશ હો તમારા;

હો સ્વામી દયા સિન્ધુ છો તમે, ભવપાર ઉતારો કિરતાર,

વહાલા પ્રમુખસ્વામી છો તમે, કરીએ વંદન વારંવાર... ꠶ ૧

મનદર્પણમાં ગુરુ ગોવિંદસમ, શોભે છબી તમારી,

ધરમ નિરંતર મનમાં, દીપ શ્રદ્ધાનો જલાવી;

હો સ્વામી વસો મન મંદિર તમે, મારા અંતરના આધાર,

વહાલા પ્રમુખસ્વામી છો તમે, કરીએ વંદન વારંવાર... ꠶ ૨

 તમે અમારા સૂરજ છો ને, તમે અમારા પ્રાણ,

 તમે અમારા સૂર છો ને, તમે અમારા રાગ;

 હો તમે અમારું હૈયું છો ને, તમે અમારું ગીત,

 તમે અમારી પ્રીત છો ને, તમે અમારા મીત... ꠶ ૩

હે છાયો આનંદ સર્વે આજ, કે ગુરુભક્તિદિન આયો,

હે ગુરુ ચરણોમાં શીશ નમે આજ, કે ગુરુભક્તિદિન આયો;

હે દિવ્યજ્યોત સોહે છે આજ, કે ગુરુભક્તિદિન આયો,

હે ફૂલેફૂલે વધાવો આજ, કે ગુરુભક્તિદિન આયો... ꠶ ૪

હે મારે પ્રગટ અક્ષર ધામ, કે ગુરુભક્તિદિન આયો,

હે નાચો નાચો થઈ ગુલતાન, કે ગુરુભક્તિદિન આયો,

હળીમળીને ગાવો જયકાર, કે ગુરુભક્તિદિન આયો,

હે પ્રમુખસ્વામીનો જય જયકાર, કે ગુરુભક્તિદિન આયો... ꠶ ૫

સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ

Ho Swāmī Guruhari chho tame mārā prāṇnā ādhār

2-1002: unknown

Category: Nrutya Gito

Raag(s): Kalãvati

Jay... Jay jay bolo,

Pramukh Swāmīno jay bolo jay bolo.

Ho Swāmī Guruhari chho tame, mārā prāṇnā ādhār,

Vahālā Pramukh Swāmī chho tame, karīe vandan vāramvār... °ṭek

Darshan kāje ātur rahetā, nit-nit naino amārā,

Kṛupādraṣhṭi ho am par āpnī, shubh āṣhish ho tamārā;

Ho Swāmī dayā sindhu chho tame, bhavpār utāro kirtār,

Vahālā Pramukh Swāmī chho tame, karīe vandan vāramvār... ° 1

Man-darpaṇmā Guru Govindsam, shobhe chhabī tamārī,

Dharam nirantar [rahe sadā] manmā, dīp shraddhāno jalāvī;

Ho Swāmī vaso man mandir tame, mārā antarnā ādhār,

Vahālā Pramukh Swāmī chho tame, karīe vandan vāramvār... ° 2

 Tame amārā sūraj chho ne, tame amārā prāṇ,

 Tame amārā sūr chho ne, tame amārā rāg;

 Ho tame amāru haiyu chho ne, tame amāru gīt,

 Tame amārī prīt chho ne, tame amārā mīt... ° 3

He chhāyo ānand sarve āj, ke Guru-bhaktidin āyo,

He Guru charaṇomā shīsh name āj, ke Guru-bhaktidin āyo;

He divyajyot sohe chhe āj, ke Guru-bhaktidin āyo,

He fūle-fūle vadhāvo āja, ke Guru-bhaktidin āyo... ° 4

He māre pragaṭ Akṣhar Dhām, ke Guru-bhaktidin āyo,

He nācho nācho thaī gulatān, ke Guru-bhaktidin āyo,

Haḷīmaḷīne gāvo jaykār, ke Guru-bhaktidin āyo,

He Pramukh Swāmīno jay jaykār, ke Guru-bhaktidin āyo... ° 5

Swāminārāyaṇ Nārāyaṇ Hari Hari, Swāminārāyaṇ Nārāyaṇ Hari Hari

loading