કીર્તન મુક્તાવલી

પુરુષોત્તમ તમ સાથે મારે

૧-૯૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૪

પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે;

જે પદ પંકજ સેવે મહામુનિ, તે ચરણે લપટાણી રે... ꠶ટેક

બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન ઇચ્છે રે;

તે તમે પ્રેમીને વશ પ્રીતમ, પ્રેમી હોય તે પ્રીછે રે... ૧

મીન સરવે જેમ નીર સનેહી, ચંદ્ર સનેહી ચકોર રે;

તેમ મારું મન તમ સંગ વા’લા, નટવર ધર્મ કિશોર રે... ૨

તન મન ધન મેં તમને અર્પ્યું, પામી અખંડ સોહાગ રે;

મુક્તાનંદ કહે મહોલે આવ્યા, આજ અમારાં ભાગ્ય રે... ૩

Puruṣhottam tam sāthe māre

1-99: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 4

Purushottam tam sāthe māre, pūraṇ prīt bandhāṇī re;

 Je pad pankaj seve mahāmuni, te charaṇe lapṭāṇī re...

Brahmā bhav Sanakādik jevā, jenā darshan ichchhe re;

 Te tame premīne vash prītam, premī hoy te prīchhe re... 1

Mīn sarve jem nīr sanehī, chandra sanehī chakor re;

 Tem māru man tam sang vā’lā, Naṭvar dharma kishore re... 2

Tan man dhan me tamne arpyu, pāmī akhanḍ sohāg re;

 Muktānand kahe mahole āvyā, āj amārā bhāgya re... 3

loading