કીર્તન મુક્તાવલી
જોગીડાને જોવા ગયા રે તે જોનારા ઝડપાણા
૧-૯૬૮: કાગ બાપુ
Category: યોગીજી મહારાજનાં પદો
જોગીડાને જોવા ગયા રે, તે જોનારા ઝડપાણા;
જોનારા ઝડપાણા, જ્ઞાનગંગામાં તણાણા... ꠶ટેક
માતાપિતાની વિસારી મમતા, પિંજરમાંહી પુરાણા;
ઘરબારનો મોહ મટાડી, લે લાગીને લૂંટાણા... ૧
કોટિપતિના કુંવરિયા તે, સાધુને રે સોંપાણા;
ભગવી ચાદર ધરી શરીરે, પુરુષોત્તમ પરખાણા... ૨
ધર્મના કાંધે ધરી ધોંસરાં, વિણદાંતે પલોટાણા;
એવા સાધુ જુત્યા વાવણિયે, ધર્મના કણ વવાણા... ૩
‘કાગ’ હરિની કૃપા ઘણેરી, સંત હૃદય સમાણા;
મનના પડદા ફાટી ગયા મને, સહજાનંદ સમજાણા... ૪
Jogīḍāne jovā gayā re te jonārā jhaḍpāṇā
1-968: Kaag Bapu
Category: Yogiji Maharajna Pad
Jogīḍāne jovā gayā re, te jonārā jhaḍpāṇā
Jonārā jhaḍpāṇā, gnān Gangāmā taṇāṇā...
Mātāpitānī visārī mamtā, pinjarmāhī purāṇā;
Gharbārno moh matāḍī, le lāgīne lūtāṇā... 1
Koṭipatinā kuvariyā te, sādhune re sopāṇā;
Bhagvī chādar dharī sharīre, Purushottam parkhāṇā... 2
Dharmanā kāndhe dharī dhonsrā, viṇdānte paloṭāṇā;
Evā sādhu jutyā vāvaṇiye, dharmanā kaṇ vavāṇā... 3
‘Kāg’ Harinī krupā ghaṇerī, sant hraday samāṇā;
Mannā paḍdā fāṭī gayā mane, Sahajānand samjāṇā... 4