કીર્તન મુક્તાવલી
જોગીડાના જાદુ મારા હૃદયે રમે
૧-૯૬૭: વલ્લભદાસ
Category: યોગીજી મહારાજનાં પદો
જોગીડાના જાદુ મારા હૃદયે રમે,
હૃદયે રમે રે અમને બીજું ન ગમે... ꠶ટેક
હેત તો કરે છે એવું, અનંત જનની જેવું;
મનડું અમારું એની પાછળ ભમે... ૧
દુઃખિયાનાં દુઃખડાં ટાળે, પાપ તો પૂરવનાં બાળે;
સુખિયા રે કરવા સહુને દેહથી દમે... ૨
જોગીડો દેખાય કેવો, જાણે વિશ્વંભર જેવો;
સદ્ગુણ ભરેલો સાધુ સહુનું ખમે... ૩
નિર્દોષ બુદ્ધિ આપે, ગુણાતીત કરે થાપે;
દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે... ૪
‘વલ્લભદાસ’ કહે સ્વામી, રાખી નહીં કાંઈ ખામી;
નારાયણસ્વરૂપે આજે નજરે ભમે... ૫
Jogīḍānā jādu mārā hradaye rame
1-967: Vallabhdas
Category: Yogiji Maharajna Pad
Jogīḍānā jādu mārā hradaye rame
Hradaye rame re amne bīju na game...
Het to kare chhe evu, anant jannī jevu
Manḍu amāru enī pāchhaḷ bhame... 1
Dukhiyānā dukhḍā ṭāḷe, pāp to pūravnā bāḷe;
Sukhīyā re karvā sahune dehthī dame... 2
Jogīḍo dekhāy kevo, jāṇe vishvambhar jevo;
Sadguna bharelo sādhu sahunu khame... 3
Nirdosh būddhī āpe Guṇātīt kare thāpe;
Dīvyatānī kriyā evī kadī na maḷe... 4
‘Vallabhadās’ kahe Swāmī rākhī nahi kāī khāmī;
Nārāyaṇswarūpe āje najare bhame... 5