કીર્તન મુક્તાવલી

હૈયું મારું યોગીને જોઈ હરખાણું

૧-૯૬૩: વલ્લભદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

 હૈયું મારું યોગીને જોઈ હરખાણું,

દર્શન કરતાં યોગી તમારું, ભાન જગતનું ભુલાણું... હૈયું꠶ ટેક

રૂપ અલૌકિક યોગીનું જોતાં, અંતરે થયું અજવાળું,

તમ વિના બીજે ચોટે નહિ ચિત્તડું, પ્રીત કરીને પોષાણું... હૈયું꠶ ૧

પંચવિષયમાં પગલાં ભરતાં, સહેજે મન અટવાણું,

સફળ થયું છે જીવતર મારું, જ્યારે સ્વરૂપ સમજાણું... હૈયું꠶ ૨

આજ અમારે ભાગ્યે આવ્યું, ભવજળ તરવાનું ટાણું,

દાસ ‘વલ્લભ’ કહે યોગ યોગીનો, ન મળે ખરચે નાણું... હૈયું꠶ ૩

Haiyu māru Yogīne joī harkhāṇu

1-963: Vallabhdas

Category: Yogiji Maharajna Pad

Haiyu māru Yogīne joī harkhāṇu,

Darshan kartā Yogī tamāru,

bhān jagatnu bhulāṇu...

Rūp alaukik Yogīnu jotā,

antare thayu ajvāḷu,

Tam vinā bīje choṭe nahi chittdu,

prīt karīne poshāṇu... haiyu 1

Panchvishaymā paglā bhartā,

saheje man aṭvāṇu,

Safaḷ thayu chhe jīvtar māru,

jyāre swarūp samjāṇu... haiyu 2

Āj amāre bhāgye āvyu,

bhavjaḷ tarvānu tāṇu,

Dās ‘Vallabh’ kahe yog Yogīno,

na maḷe kharche nāṇu... haiyu 3

loading