કીર્તન મુક્તાવલી

પ્રાતઃ સમે શ્રી પુરુષોત્તમની

૧-૯૬: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

પ્રાતઃ સમે શ્રી પુરુષોત્તમની, મૂરતિ મનમાં સંભારું રે;

નખશિખ શોભા નીરખી નાથની, કોટિ કામ છબી વારું રે... ꠶ટેક

ચરણ કમળની શોભા જોઈને, મોહી રહ્યું છે મન મારું રે;

સોળે ચિહ્ન સહિત કુચ કુમકુમ, અંકિત પલ ન વિસારું રે... ૧

જમણા નખની સુંદર કાંતિ, ચિહ્ન સહિત ઘણું શોભે રે;

જુગલ ચરણ નખ મંડળ જોતાં, ભક્ત તણાં મન લોભે રે... ૨

જાનું જંઘા ઉદર અનુપમ, ત્રિવળી સહિત બિરાજે રે;

ઊંડી નાભિ અજનું કારણ, સુંદર અતિશય છાજે રે... ૩

મોર મુગટ મકરાકૃત કુંડળ, ભ્રૂકુટિ ભાલ વિશાળ રે;

મુક્તાનંદ કહે કરનાં લટકાં, કરતા દીન દયાળ રે... ૪

Prāt same Shrī Puruṣhottamanī

1-96: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 1

Prāt same Shrī Purushottamnī,

 Mūrti manmā sambhāru re;

Nakhshikh shobhā nīrakhī Nāthnī,

 Koṭi kām chhabī vāru re...

Charaṇ kamaḷnī shobhā joine,

 Mohi rahyu chhe man māru re;

Sole chihna sahit kuch kumkum,

 Ankīt pal na visāru re... 1

Jamṇā nakhnī sunḍar kānti,

 Chihna sahit ghaṇu shobhe re;

Jugaḷ charaṇ nakh mandaḷ jotā,

 Bhakta taṇā man lobhe re... 2

Jānu janghā udar anupam,

 Trivaḷī sahit birāje re;

Unḍī nābhī ajnu kāraṇ,

 Sunḍar atishay chhāje re... 3

Mor mugaṭ makarākrut kundal,

 Bhrukuṭī bhāl vishāḷ re;

Muktānand kahe karnā laṭkā,

Kartā dīn dayāḷ re... 4

loading