કીર્તન મુક્તાવલી

આવો આવો ધર્મ દુલારા

૧-૯૫૦: મોતીદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

આવો આવો ધર્મ દુલારા, અતિ અક્ષર તમને પ્યારા,

 છો સંત હૃદય વસનારા... ꠶ટેક

તમે અકળિત અંતરજામી, મમ હૃદય વસ્યા બહુનામી,

 સુખ શાંતિ હવે હું પામી,

ઓ સ્વામી તમે છો અમારા, છો સંત હૃદય વસનારા... આવો꠶ ૧

તમે ધર્મતનુજ તનધારી, તવ મૂર્તિ મંગલકારી,

 અવતાર તણા અવતારી,

નિત્ય નવા નેહ રચનારા, છો સંત હૃદય વસનારા... આવો꠶ ૨

નેણ કટાક્ષ જ્યારથી ભેદી, ત્રણ દેહ વિંધાયા તેથી,

 એક તાર બની છું એથી,

ઓ સ્વામી તમે છો અમારા, છો સંત હૃદય વસનારા... આવો꠶ ૩

તમે વીસરો નહિ વિસાર્યા, એવા નેણ કટાક્ષો માર્યા,

 કીટ ભમરી સમ મેં ધાર્યા,

મોતીના જીવન આધારા, છો સંત હૃદય વસનારા... આવો꠶ ૪

Āvo āvo dharma dulārā

1-950: Motidas

Category: Shastriji Maharajna Pad

Āvo āvo dharma dulārā,

ati Akshar tamne pyārā,

 Chho sant hraday vasnārā...

Tame akaḷit antarjāmī,

mam hraday vasyā bahunāmī,

 Sukh shānti have hu pāmī,

O Swāmī tame chho amārā,

 chho sant hraday vasnārā... āvo 1

Tame Dharmatanuj tandhārī,

tav mūrti mangalkārī,

 Avatār taṇā avatārī,

Nitya navā neh rachnārā,

 chho sant hraday vasnārā... āvo 2

Nen katāksh jyārthī bhedī,

traṇ deh vindhāyā tethī,

 Ek tār banī chhu ethī,

O Swāmī tame chho amārā,

 chho sant hraday vasnārā... āvo 3

Tame vīsaro nahi visāryā,

evā neṇ katāksho māryā,

 Kīṭ bhamrī sam me dhāryā,

Motīnā jīvan ādhārā,

 chho sant hraday vasnārā... āvo 4

loading